Connect with us

ક્રાઇમ

જેતપુર હાઇવે ઉપર 222 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો

Published

on

શહેરના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જેતપુરથી ધોરાજી તરફ જતા રસ્તે મયુર ફાર્મહાઉસ પાસેથી પસાર થતા ટ્રકને અટકાવી રાજકોટ ગ્રામ્ય એલસીબીના સ્ટાફે તપાસ કરતા ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે 10.67 લાખનો મુદ્દમાલ જપ્ત ર્ક્યો છે. તેમજ બે શખ્સોની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, જેતપુર-ધોરાજી તરફ જતા રસ્તે આવેલા મયુર ફાર્મહાઉસ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીના દિનેશભાઇ સુવા, રવિભાઇ બારડ અને હરેશભાઇ પરમાર સહિતના સ્ટાફે એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 222 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ 164 બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ-બીયર સાથે જેતપુરના નવાગઢના સિંકદર ગની તરકવાડીયા અને ફિરોઝ ઉર્ફે ટમલો વલીભાઇ ઉઢેચાને ઝડપી લીધા હતા. તેમજ બન્નેની પૂછપરછમાં નવાગઢના ભાવેશ ઉર્ફે ભલા પટેલ અને ફિરોઝ યુસુફ ઘાંચીની શોધખોળ કરી રૂા.10.67 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો.

ક્રાઇમ

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.


મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી. છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.


છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટમાં બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ ભારે તંગદિલી: સાતની ધરપકડ

Published

on

By

સામુ જોવા બાબતે મુસ્લિમ અને ભરવાડ જુથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ત્રણ ઘાયલ : કુંભારવાડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટના કુંભારવાડામાં ગઈકાલે રાત્રે સામુ જોવા જેવી નજીવી બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે માથાકુટ થયા બાદ શસ્ત્ર બઘડાટી બોલી હતી. જેમાં બન્ને જૂથના ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષે સામેસામે ફરિયાદ નોંધી છે અને બનાવ બાદ આજે સવારથી સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે કોમ્બીંગ કરીને ભરવાડ જૂથના 4 અને મુસ્લિમ જુથના 3 એમ કુલ 7 આરોપીઓને ઝડપી લીધા હતાં. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


રાજકોટના કુંભારવાડામાં બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામે સામે ફરિયાદ નોંધી છે જેમાં મકાનનું લે-વેચનું કામ કરતાં દિવ્યેશ રમેશ પરમારની ફરિયાદને આધારે કુંભારવાડાના અકીલ શબીર મકરાણી, ફરાજ સલીમ ફલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા સહિત છ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે એકાત પ્રોવીઝન સ્ટોર પાસે રહેતા અકીલ શબીર મકરાણીની ફરિયાદને આધારે હાથીખાના કુંભારવાડામાં રહેતા અવધ ભરવાડ તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાનો પુત્ર મંથન તથા તેના મિત્ર અમીત ગોહેલ અને અજાણ્યા બે મળી છ સામે ગુનો નોંધ્યો છે.


દિવ્યેશ પરમારે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટા બાપુનો પુત્ર મંથન સ્કુટર લઈને જતો હતો ત્યારે અકીલ મકરાણી સાથે સામુ જોવા જેવી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ દિવ્યેશ અને તેની સાથેનો ભાઈ કાર લઈને જતાં હતાં ત્યારે અકીલ સહિતના શખ્સોએ કાર ઉપર હુમલો કરી છુટા સોડા બોટલના ઘા કરી કારમાં નુકસાન કર્યુ હતું. તેમજ કારના કાચ તોડી નાખી દિવ્યેશ ઉપર અને મંથન ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે અકીલ મકરાણીએ જણાવ્યા મુજબ, કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા દિવ્યેશે અકીલ એકસેસ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે સામુ કેમ જોતો હતો તેમ કહી ગાળો આપી અકીલ અને તેની સાથેના ભાઈ અલ્કાબા મસ્જીદ પાસે હતા ત્યારે સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.


આ બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી તેમજ પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ તાત્કાલીક કુંભારવાડા ખાતે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવ બાદ આખી રાત પોલીસે કોમ્બીંગ કર્યુ હતું અને ભારેલા અગ્નિની સ્થિતિ વચ્ચે આ બનાવમાં મુસ્લિમ જુથના ત્રણ અને ભરવાડ જૂથના 4 એમ સાત શખ્સોની ધરપકડ કરી છે.

Continue Reading

ક્રાઇમ

મીઠાપુર નજીક કારમાંથી દારૂ, બીયરના જથ્થા સાથે બે ઝડપાયા

Published

on

By


ઓખા મંડળના મીઠાપુર સોસાયટીમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ગરબી ચોક પાસેથી જી.જે 37 ટી. 9260 નંબરની એક સ્વીફ્ટ મોટરકારના ચેકિંગ દરમિયાન પોલીસને આ મોટરકારમાંથી દારૂૂ, બિયરનો જથ્થો સાંપળ્યો હતો.


તેની વધુ તપાસમાં મોટરકારમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની 240 બોટલ વિદેશી શરાબ તેમજ 23 બિયરના ટીમ મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 5,63,740 ના મુદ્દામાલ સાથે જય અંબે સોસાયટી માં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. 25) અને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા ઉર્ફ અજય ગાંગાભા માણેક (ઉ.વ. 26) ની અટકાયત કરી ધોરણ સાત ગુનો નોંધ્યો હતો.


આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Continue Reading
રાષ્ટ્રીય20 seconds ago

મથુરામાં માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, આગ્રા-દિલ્હી રેલવે ટ્રેક પર તમામ ટ્રેનો થંભી, સેંકડો મુસાફરો પરેશાન

રાષ્ટ્રીય18 mins ago

જમીનથી 20 ફૂટ નીચે જીવન યુદ્ધ, રાજસ્થાનના દૌસામાં 2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ખાબકી , 16 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

રાષ્ટ્રીય17 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય17 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત17 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત17 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત17 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય17 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય17 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય17 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત17 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending