અમરેલીના આધેડને રાજકોટમાં ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપહરણ કરી માર માર્યો

અમરેલીમાં રહેતા આધેડ રાજકોટ ભાણેજના ઘરે આવ્યા હતા ત્યારે ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપરણ કરી આધેડને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર અર્થે ખસેડવામાં…

અમરેલીમાં રહેતા આધેડ રાજકોટ ભાણેજના ઘરે આવ્યા હતા ત્યારે ભાણેજના પ્રેમી સહિતના શખ્સોએ અપરણ કરી આધેડને માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં આવેલા સોમનાથ મંદિર પાસે રહેતા ભુપતગીરી મોજગીરી ગોસાઈ નામના 52 વર્ષના આધેડ ગઈકાલે રાજકોટમાં આવેલ ગોવર્ધન ચોક હનુમાન મંદિર પાસે ખોડીયારનગરમાં હતા ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં મિતુલ ગમારા સહિતના બે અજાણ્યા શખ્સોએ ભુપતગીરી ગોસાઈને ધોકા પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ભુપતગીરી ગોસાઈ રાજકોટ રહેતા ભાણેજ મેહુલભાઈના ઘરે આવ્યા હતા અને હુમલાખોર મિતુલ ગમારા એકાદ વર્ષ પહેલા ભુપતગીરી ગોસાઈની ભાણેજને ભગાડી ગયો હતો જે મુદ્દે બંને પરિવાર વચ્ચે ચાલતી અદાવતનો ખાર રાખી ભુપત ગમારા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી અપહરણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *