અભ્યાસ માટે મોબાઇલ માગતા પિતાએ ફડાકો ઝીંકતા પુત્રીનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં રૈયા રોડ પર રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરાએ અભ્યાસ માટે પિતા પાસે મોબાઇલ માંગ્યો હતો. ત્યારે પિતાએ તુ તારા દાદનો મોબાઇલ લઇ લેજે…

શહેરમાં રૈયા રોડ પર રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરાએ અભ્યાસ માટે પિતા પાસે મોબાઇલ માંગ્યો હતો. ત્યારે પિતાએ તુ તારા દાદનો મોબાઇલ લઇ લેજે તેમ કહી બે ફડાકા ઝીંકી દીધા હતા. સગીરાને માઠુ લાગી આવતા જવલનશીલ પ્રવાહી પી લીધુ હતું. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર રહેતી અને ધો.11 કોર્મસમાં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના 7 વાગ્યાના અરસામાં કપડા ધોવાનું લીકવીડ પી લીધુ હતું. જવલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.

પ્રથામિક પૂછપરછમાં જવલનશીલ પ્રવાહી પી લેનાર સગીરાએ અભ્યાસ માટે પિતા પાસે મોબાઇલ માંગ્યો હતો. જેથી પિતાએ તુ તારા દાદાનો ફોન લઇ લેજે તેમ કહી બે ફડાકા ઝીકી દીધા હતા.જેથી સગીરાના માઠુ લાગતા જવલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *