કાલાવડ પંથકમાં ઘરમાં ઘૂસી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યુ

કાલાવડ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક પરિણિતા પર સરાપાદર ગામ ના શખ્સે રાત્રી ના સમયે ઘરમાં ઘુસી જઈ ફડાકા ઝીંક્યા પછી દુષ્કર્મ આચર્યા ની…

કાલાવડ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક પરિણિતા પર સરાપાદર ગામ ના શખ્સે રાત્રી ના સમયે ઘરમાં ઘુસી જઈ ફડાકા ઝીંક્યા પછી દુષ્કર્મ આચર્યા ની પોલીસ માં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી ને ઝડપી લીધો છે.

કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથક માં વસવાટ કરતા એક પરિવારની મહિલા પોતાના ઓરડામાં સુતી હતી ત્યારે મધરાત્રે ઘરમાં ઘુસી આવેલા સરાપાદર ગામના નરેશ વાલજીભાઈ પરમાર નામના શખ્સે તેણીને ફડાકા ઝીંકી દુષ્કર્મ આચર્યું હતું. આ પરિણિતા એ ગયા સોમવાર ની રાત્રે નરેશે બળજબરી આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી નરેશ વાલજીભાઈ ની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *