જામજોધપુર-લાલપુર વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા એ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવા તથા ડુંગળી માટે એમએસપીની વ્યવસ્થા કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવાથી બજારમાં વધુ પુરવઠો ઠલવાઈ રહ્યો છે. ખેડૂતોને હાલ ડુંગળીના ભાવ પ્રતિકિલો માત્ર 3થી 7 રૂૂપિયા જેવો મળે છે, જેથી ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મૂકાય ગયા છે. ખેડૂતોને વ્યાજબી ભાવ મળતા નથી, સરકારી એજન્સીઓ દ્વારા ખરીદી કે અન્ય નિયંત્રણની કોઈ અસરકારક વ્યવસ્થા નથી.
ડુંગળી માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની વ્યવસ્થા કરી ભાવ નક્કી કરવા જરૂૂરી છે અને તે ભાવે ખરીદી કરવાની ખાતરી સરકારે આપવી જોઈએ. ડુંગળીના સંગ્રહ માટે વેરહાઉસની સુવિધા પૂરી પાડવા માગણી કરવામાં આવી છે. આ સમયે રેલી સમયે તમામ રાહદારીઓ અને કેટલાક દુકાનદારોને મફત ડુંગળીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
