13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!

તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના કેસના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી. જેમાં 12 વર્ષ પહેલાં એક 13 વર્ષની…

તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના કેસના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી. જેમાં 12 વર્ષ પહેલાં એક 13 વર્ષની સગીરા ગુમ થયાનો કેસ ઉકેલાઈ ગયો હતો. પોલીસ ટીમ સોશિયલ મીડિયા એકાઉન્ટો ફંફોળતી હતી ત્યારે એક હેપ્પી બર્થ ડેની પોસ્ટ મળી. બાદમાં એકાઉન્ટને વધુ તપાસતા તેમાંથી એક રિક્ષાનો ફોટો મળ્યો. જેમાં આગળ તપાસ કરતા પોલીસને ઘરનું એડ્રેસ મળ્યું. બાદમાં પોલીસ વસ્તી ગણતરીના બહાને ઘર સુધી પહોંચી અને સગીરાની ઓળખ કરતા 13 વર્ષની સગીરા 25 વર્ષની યુવતી અને 4 બાળકની માતા બની ગઈ હતી.

તો આવો સગીરાએ ગુસ્સામાં ઘર છોડ્યું ત્યારથી લઈ લગ્ન સુધીની સફર વિશે જાણીએ. પોલીસે જ્યારે આ કેસની તપાસ શરૂૂ કરી ત્યારે માત્ર ગુમ થનાર બાળકીનો જૂનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની વિગતો હતી. મહિલા કર્મચારીઓની ટીમ બનાવીને સોશિયલ મીડિયા પર તપાસ કરાઈ. સગીરાની જન્મ તારીખના આધારે મહિલા કર્મચારીઓએ 1800 ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી તપાસ્યા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ આઈડી પર ભોગ બનનારની જન્મ તારીખના દિવસે જ ’હેપી બર્થડે’ વિશ કરતી એક પોસ્ટ મળી આવી. આ શંકાસ્પદ પ્રોફાઈલના એક ફોટામાં પાછળ એક રિક્ષા દેખાતી હતી. જે બાદ છઝઘમાંથી ગાડીના નંબરના આધારે તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.

મોબાઇલ નંબરની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નંબર પરથી ’ગુજરાત ગ્રામીણ બેંક’માં એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે ભોગ બનનાર યુવતીનો ગુમ થયા સમયનો જ જૂનો ફોટો આપવામાં આવ્યો હતો. ફોટો મેચ થતાં પોલીસની શંકા મજબૂત બની, પરંતુ યુવતી અને આરોપીનું ચોક્કસ સરનામું મળવાનું બાકી હતું.

બેંકમાંથી મળેલી વિગતોને આધારે પોલીસ ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી. સ્થાનિક સ્તરે ઓળખ છતી ન થાય તે માટે પોલીસ કર્મચારીઓએ વસ્તી ગણતરીના શિક્ષક સ્ટાફ તરીકે શેરીઓમાં જઈ પૂછપરછ શરૂૂ કરી.

5-7 ઘરની તપાસ બાદ શંકાસ્પદ ઘર આવ્યું. જ્યાં યુવતી હાજર હતી, પરંતુ તેણે પોતાનું નામ અલગ બતાવ્યું. પોલીસે ચતુરાઈ વાપરીને પૂછ્યું, તમારા પિયરમાં નોંધણી થઈ ગઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, માટે પિયરના પિતાનું નામ આપો. યુવતીએ તેના પિતાનું સાચું નામ આપતાં જ ફરિયાદી સાથે નામ મેચ થઈ ગયું અને ગુમ થયેલી બાળકીની ઓળખ પાકી થઈ ગઈ. આ દરમિયાન રિક્ષા ચલાવવા ગયેલા આરોપીને પણ વસ્તી ગણતરીના બહાને ઘરે બોલાવીને પોલીસે તેની અટકાયત કરી હતી.

પોલીસ કર્મચારીઓ વસતી ગણતરીનો સ્ટાફ બની યુવતી સુધી પહોંચ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2014માં માતા સાથે મનદુ:ખ થતાં સગીરા ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી. તે રાજકોટ બસ સ્ટેન્ડ પર 2-3 દિવસ રહી હતી, જ્યાં એક સજ્જન વ્યક્તિએ તેનો ઉછેર કર્યો હતો. ત્યાર બાદ તે આરોપીના સંપર્કમાં આવી અને પેલા સજ્જન વ્યક્તિએ બંનેના સામાજિક રીતે રાજીખુશીથી લગ્ન કરાવ્યા હતા. હાલ આ યુવતી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છે અને તેને 4 બાળક પણ છે. સગીરાના હાલના પતિને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલહવાલે કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *