Connect with us

Uncategorized

સોમવારે વડાપ્રધાનના હસ્તે 4800 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Published

on

અમરેલી-જામનગર-મોરબી-દેવભૂમિ દ્વારકા-જૂનાગઢ-પોરબંદર-બોટાદ અને કચ્છ જિલ્લાના 1600 વિકાસ કાર્યોનો સમાવેશ

લાઠીના દુધાળા ખાતે ભારત માતા સરોવર અને ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે રૂા. 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂા. 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર રૂા.35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ રૂા.20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે.


વડાપ્રધાન રૂા. 2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, રૂા.1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.


પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લા ખાતેથી રૂા.705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં રૂા.112 કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને રૂા.644 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.


ભારતમાતા સરોવરનું લોકાર્પણ


પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂા.35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે.
NHAIના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે રૂા.2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં રૂા.2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂા.626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે. NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં રૂા.768 કરોડના ખર્ચે NH 151અના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, રૂા.1025 કરોડના ખર્ચે NH 151અના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, રૂા.136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને રૂા.256 કરોડના ખર્ચે NH 151ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે.

આ સાથે જ રૂા.626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ સાથે જ વડાપ્રધાન પ્રવાસન સંબંધિત રૂા.200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાન આગામી દિવાળી અને ગુજરાતી નવા વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.

1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટ રૂા.1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

રજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશે

Published

on

By

જ્યારે પણ સાઉથ સિનેમાની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં થલાઈવા રજનીકાંતનું નામ યાદ આવે છે. વર્ષોથી આ એક્ટરે તેના પાવર-પેક્ડ પર્ફોમન્સથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થયેલી જેલર ફિલ્મે પણ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. હવે ફરી એકવાર જેલરની સીક્વલ જેલર 2 સાથે થલાઈવા તેના ચાહકોને ઘેલા કરવા તૈયાર છે.


મૂવીનાં પ્રોડક્શન હાઉસ, સન પિક્ચર્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક આઇકોનિક કેરેક્ટર્સનાં પોસ્ટર શેર કરવામાં આવ્યા હતાં. જેમાં, રજનીકાંતના મુથુવેલ પાંડિયન, મોહનલાલના મેથ્યુ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફના પોસ્ટરનો સમાવેશ થાય છે. હજુ સુધી ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ નથી, પરંતુ 2025ની શરૂૂઆતમાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાનું અનુમાન છે. હમણાં રિલીઝ થયેલી બ્લડી બેગર ફિલ્મ પછી ડિરેક્ટર નેલ્સનનો આગામી પ્રોજેક્ટ જેલર 2 હશે. ફિલ્મની સિક્વલ માટેના કોનસેપ્ટ અને પ્લોટ નક્કી થઈ ચૂક્યા છે. પરંતુ, હજુ એના ટાઇટલ અંગે વિચારણા ચાલી રહી છે.

જેલર 2 સિવાય ટીમ સંભવિત નામ તરીકે હુકુમ પણ વિચારી રહી છે. 2023માં રિલીઝ થયેલી જેલર સુપરહિટ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ રૂૂ.650 કરોડની કમાણી કરી હતી. રજનીકાંત સિવાય આ મૂવીમાં મોહનલાલ, શિવ રાજકુમાર, રામ્યા ક્રૃષ્ણન, જેકી શ્રોફ, તમન્ના ભાટીયા, યોગી બાબુ અને વસંત રવિ પણ મહત્વનાં રોલમાં જોવા મળ્યા હતાં. આ દરમિયાન, 2025માં રજનીકાંતની કૂલી ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ એક્શન-થ્રિલરમાં નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહિદ, શ્રુતિ હસન અને સત્યન જેવાં કલાકારો જોવા મળશે.

Continue Reading

Uncategorized

રેલવે-ગતિ શક્તિની જનભાગીદારીથી રેકોર્ડબ્રેક 73 પ્રોજેકટને લીલીઝંડી

Published

on

By

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ 26 સંયુક્ત સદીઓ સાથે જોરદાર ભાગીદારી કરી હતી. જેમ તેઓ ક્રિકેટ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે તેમ, ભારતીય રેલ્વે અને ઙખ ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) વચ્ચેની ભાગીદારી માંગને અનુરૂૂપ ભારતના માળખાકીય વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ રહી છે.


આ પરિવર્તનીય અભિગમ વિવિધ વિભાગો, મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સિલોસ તોડવાની સુવિધા આપે છે.ગતિશક્તિ હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને નિર્ણય લેવાનો પાયાનો પથ્થર છે, તેનો અમલ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની પહોળાઈમાં ડિવિઝન-સ્તરની બાંધકામ સંસ્થાઓ સુધી વિસ્તરે છે. આ દ્વારા, રેલ્વેએ સંસ્થાકીય માળખું અને ભૌગોલિક માહિતી પ્રણાલી (ૠઈંજ) ડેટા-આધારિત ડિજિટલ પ્લેટફોર્મ PMGS ને કાર્યરત કરવા માટેના બે મુખ્ય ઘટકોને સંપૂર્ણ રીતે આત્મસાત કર્યા છે.


આ સંકલિત અભિગમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયો અને રેલવે ઝોન વચ્ચેના સંકલનમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, પ્રોજેક્ટ મંજૂરીઓને વેગ આપ્યો છે. પ્રોજેક્ટ સર્વેક્ષણ મંજૂર કરવા માટે જરૂૂરી સામાન્ય 4-5 મહિનાને બદલે, આ પહેલે મંજૂરીનો સમય ઘટાડીને માત્ર 7 દિવસ કરી દીધો, જેનાથી સમગ્ર રેલવે નેટવર્કની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો. ભૂતકાળમાં આશરે 50ની સરખામણીમાં 2022-23માં 458 પ્રોજેક્ટ સર્વેને મંજૂરી આપવામાં આવી
રેલ્વેએ ઐતિહાસિક રીતે અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન કર્યું હોવા છતાં, PMGS દ્વારા બહુવિધ ટ્રાન્સપોર્ટ મોડ્સના એકીકરણ – અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ અને રીઅલ-ટાઇમ મોનિટરિંગ-એ ભારતના માળખાકીય ઇકોસિસ્ટમમાં ક્રાંતિ લાવી છે. રેલ્વે ઝોન, વિભાગો અને ક્ષેત્રોમાં વધુ સારા સંકલન દ્વારા, PMGS હવે સર્વગ્રાહી માળખાગત આયોજન અને અમલીકરણ માટેનું એક મોડેલ છે.


PMGS ના અમલીકરણના પરિણામે નાણાકીય વર્ષ 2023-24માં ગતિ શક્તિ પહેલા વાર્ષિક મંજૂર થયેલા 6-7 પ્રોજેક્ટ્સની તુલનામાં 73 પ્રોજેક્ટસ મંજૂર કરવામાં આવ્યા સાથે નોંધપાત્ર રીતે સુધરેલા આયોજનમાં પરિણમ્યું છે. નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ રેકોર્ડ છે! 5,309 કિલોમીટરની નવી લાઈન, ડબલિંગ અને ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં પ્રોજેક્ટ ડિલિવરી પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. રેલ ઇલેક્ટ્રિફિકેશન 7,188 રૂૂટ કિલોમીટર (છઊંખ) ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું, અને ટ્રેક કમિશનિંગ દરરોજ 4 કિમીથી 15 કિમી પ્રતિ દિવસની ઝડપે પહોંચ્યું.


અસરકારક રીતે, PMGS-NMP ભાવિ-પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ ક્યાં, શું અને ક્યારે તેના વિગતવાર મેપિંગ દ્વારા. તે સામાજિક અને આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રંક અને યુટિલિટી નેટવર્ક્સ, મલ્ટીમોડલ કનેક્ટિવિટી, પર્યટન સ્થળો, જમીન મહેસૂલ નકશા અને જંગલની સીમાઓ વગેરે પર સચોટ અને વ્યાપક ડેટા ધરાવે છે. આ માહિતી પ્રોજેક્ટ આયોજન અને અમલીકરણ માટે નિર્ણાયક છે.


Continue Reading

Uncategorized

મતગણતરી પૂર્વે નેતાઓ ભગવાનના શરણે, ભાજપ મુખ્યાલયમાં જલેબી સાથે ઉજવણીની તૈયારી

Published

on

By

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને આ ઉપરાંત યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોનો સમય આવી ગયો છે. મતગણતરી શરૂૂ થઈ ગઈ છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે. કેટલીક જગ્યાએ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ ગળાકાપ સ્પર્ધા છે, તેથી અધીરાઈ પણ વધારે છે. દરેક જણ જીતનો દાવો કરી રહ્યા છે અને તેની સાથે પ્રાર્થનાનો તબક્કો પણ ચાલી રહ્યો છે.


મુંબઈના મુમ્બાદેવી વિધાનસભા મતવિસ્તારના શિંદે શિવસેનાના ઉમેદવાર શૈના એનસીએ શનિવારે મતગણતરી પહેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી.મને લાગે છે કે સમગ્ર વિસ્તાર માટે યોગ્ય વિકાસ યોજના બનાવવી જોઈએ, જેથી તેને મોડેલ વિધાનસભા મતવિસ્તારમાં ફેરવી શકાય. આજે તે રાજ્યનો સૌથી પછાત વિસ્તાર બની ગયો છે.સ્ત્રસ્ત્ર સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન અને પૂજા અંગે તેમણે કહ્યું કે, હું મહાયુતિ સરકારની વાપસી માટે આશીર્વાદ લેવા આવી છું, જેથી અમે કામ ચાલુ રાખી શકીએ. જનતાની સેવા.


મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા એકનાથ શિંદે જૂથના ઉમેદવારોએ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી અને જીત માટે પ્રાર્થના કરી હતી. અંધેરી પૂર્વના ઉમેદવાર મુરજી પટેલે પણ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. તે જ સમયે, દિંડોશી વિધાનસભા સીટના ઉમેદવાર સંજય નિરુપમે મંદિરની મુલાકાત લીધી છે અને સેલિબ્રિટીઓ અને નેતાઓ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે આવતા રહે છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય1 day ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય1 day ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય1 day ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય1 day ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ1 day ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય1 day ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત1 day ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત1 day ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત1 day ago

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા વધુ 78 વેપારીઓ દંડાયા

ગુજરાત1 day ago

ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ

Trending