Connect with us

રાષ્ટ્રીય

GST કાઉન્સિલની બેઠક પૂરી, જાણો કઈ વસ્તુ પર ટેક્સ ઘટશે

Published

on

આજે મળેલી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં 53મી GST કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં નીચે મુજબની મુખ્ય ભલામણો કરાઈ હતી.

  1. નાણાકીય વર્ષ 17-18, 18-19, 19-20 માટે કલમ 73 હેઠળ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ પર વ્યાજ અને દંડની માફી. (માર્ચ 2025 સુધીમાં ટેક્સ સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે તેવા કિસ્સાઓમાં લાગુ)
  2. નાણાકીય વર્ષ 2017-18, 2018-19, 2019- માટે CGST કાયદાની કલમ 16(4) હેઠળ 30-11-2021 સુધી ફાઇલ કરાયેલ કોઈપણ ઇન્વૉઇસ અથવા ડેબિટ નોટના સંબંધમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની સમય મર્યાદા 20, અને 2020-21ને 30-11-2021 માનવામાં આવી શકે છે.
  3. કર વિભાગ દ્વારા અપીલ દાખલ કરવા માટેની નાણાકીય મર્યાદા. GSTAT માટે 20 લાખ, HC માટે 1 Cr અને SC માટે 2 Cr.
  4. ⁠અપીલેટ ઓથોરિટી સમક્ષ અપીલ દાખલ કરવા માટે પ્રી ડિપોઝીટની મહત્તમ રકમ CGST અને SGST માટે 25 કરોડથી ઘટાડીને 20 કરોડ કરવામાં આવી છે.
  5. ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે પ્રી-ડિપોઝીટ 20% અને cgst અને sgst માટે દરેક 20 કરોડ કરવામાં આવી છે.
  6. ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટેની સમય મર્યાદા પૂરી પાડવા માટે કાયદામાં સુધારો સરકાર GSTAT ને સૂચિત કરે તે તારીખથી શરૂ થશે.
  7. ⁠GSTR-4 ફાઈલ કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવી.
  8. 3B ફાઇલ કરતી વખતે રોકડ ખાતામાં ઉપલબ્ધ રકમ માટે વ્યાજ લેવામાં આવશે નહીં.
  9. GSTR 1 માં સુધારાને મંજૂરી આપવા માટે નવું ફોર્મ GSTR 1A દાખલ કરવું. તેને 3B ફાઇલ કરતા પહેલા ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે.
  10. ⁠બાયો મેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણ પાન ઈન્ડિયાના આધારે તબક્કાવાર રીતે.
  11. વિવિધ વિષયો પર જારી કરાયેલી સ્પષ્ટતા. તેમાંથી થોડા છે:

દૂધ કેન માટે ⏩12% કર દર;
⏩તમામ કાર્ટન બોક્સ પર 12% નો એકસમાન GST દર;
⏩તમામ પ્રકારના છંટકાવ કરવાના સ્પ્રિંકલર પર 12% ટેક્સ અને ભૂતકાળની પ્રેક્ટિસ જેમ છે તેમ રહેશે;
⏩ બધા સોલર પેકિંગ કેસો પર 12% દર;
⏩રેલ્વે દ્વારા સેવાઓ, પ્લેટફોર્મ ટિકિટ, અન્ય સેવાઓ પર GST માફી
⏩શૈક્ષણિક સંસ્થાઓની બહાર હોસ્ટેલ આવાસની સેવાને શરતો સાથે મુક્તિ આપવામાં આવી છે.

રાષ્ટ્રીય

શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: કૃષિમંત્રી પટેલ

Published

on

By


દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળકી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂૂ. 20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ઉઇઝના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં મહેસૂલ વિભાગમાં બદલીનો દૌર : રાજ્યના 30 મામલતદારની બદલી

Published

on

By

ચૂંટણી વિભાગમાં ફરજ બજાવતા મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટર વિભાગમાં નિમણૂક અપાઈ


લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યભરમાં ચોમાસાએ વેગ પકડ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચમાં નિમણુંક પામેલા મોટાભાગના મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્યમાં 30 જેટલા મામલતદારોની બદલી કરી મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટાર વિભાગમાં નિણુંક આપવામાં આવી છે.
રાજ્યભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

જેમાં વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી, પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી, રાકેશકુમાર મોદીની દાહોદથી ભરૂૂચ બદલી, મનીષ પટેલની વડોદરાથી ભાવનગર બદલી, પ્રવિણસિંહ રાજપૂતની અરવલ્લીથી બનાસકાંઠા બદલી, વિશાલ પટેલની અડાજણથી દ્વારકા બદલી, જિગ્નેશ જીવાણીની સુરત ગ્રામ્યથી ગીરસોમનાથમાં બદલી, બી.ટી સવાણીની જામનગરના ચીટનીસ વિભાગમાંથી ગીરસોમનાથ ડિઝાસ્ટરમાં બદલી, પૌલ ખ્રિસ્તીની જૂનાગઢના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, સી.આર. નિમાવતની મહેસાણાથી કચ્છમાં બદલી, એ.એમ. ગાવીતથી નવસારીના ચૂંટણી વિભાગમાં ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.બી. દેસાઈની વડોદરાથી પોરબંદર બદલી, એચ.એલ. ચૌહાણની રાજકોટના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, તૃપ્તિ ગામીતની વલસાડથી સુરત ડિઝાસ્ટર વિભાગમાં બદલી, દુષ્યંતકુમાર મહેતાની વડોદરાના ચૂંટણી વિભાગમાંથી વડોદરા ડિઝાસ્ટર વિભાગમાં બદલી, મહમદ અસલમ મંસુરીની વલસાડથી તાપી જિલ્લામાં બદલી, નસીફા શેખની સુરતથી વલસાડ બદલી, એમ.જે. ભરવાડની ડાંગ આહવાના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.પી. પટેલની વડોદરાના કરજણથી આણંદ ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

Continue Reading

રાષ્ટ્રીય

લખતર પાસે 1400 બોટલ વિદેશી દારૂ-બીયર ભરેલી કાર રેઢી મળી

Published

on

By

કાર માટીમાં ફસાઈ જતાં ચાલક રેઢી મુકી નાસી છૂટ્યો : 7.53 લાખનો મુદ્દામાલ કબજે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરના લખતર નજીક વિદેશી દારૂ ભરેલી કાર વરસાદના કારણે માટીના પાળામાં ફસાઈ જતાં બુટલેગરો કાર રેઢી મુકી નાશી છુટ્યા હતાં. તેનાપગલે પોલીસને બગાસુ ખાતા મોઢામાં પતાસુ આવી ગયું હતું. અને વિદેશી દારૂ ભરેલ કાર કબ્જેકરી 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ લખતરના સદાદ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્મદા કેનાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. દારૂ ભરેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસને જોઈ સ્કોર્પિયો સદાદ ગામ તરફ વાળી દીધી હતી. પરંતુ રેલવે ફાટક બંધ હોય ખેતરના રસ્તેથી ભાગવા જતાં કાર માટીના પાળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આરોપી સ્કોર્પિયો કાર રેઢી મુકી નાશી ગયો હતો.


પોલીસે રેઢી પડેલી સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી નાની મોટી રૂા. 2,29,320ની કિંમતની 1,392 બોટલ વિદેશી દારૂ, રૂા. 14,400ની કિંમતના 144 નંગ બિયરના ટીન, બે મોબાઈલ ફોન અને પાંચ લાખની સ્કોર્પિયો મળી કુલ 7,53,720નો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા શખ્સોની મોબાઈલફોનના આધારે શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી લખતરના પીએસઆઈ એન.એ. ડાભી સહિતના સ્ટાફે કરી હતી. જ્યારે સ્કોર્પિયો કારમાંથી ડુપ્લીકેટ નંબર મળી આવતા પોલીસે બુટલેગર અનેકાર ચાલક સહિતના શખ્સો સામે અલગથી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending