કચ્છ
ભુજમાં ચાંદીની દુકાનમાંથી 25 કિલો ચાંદીની ઉઠાંતરી
શહેરના જી.આઈ.ડી.સી. ખાતે આવેલી ચાંદી રિફાઈનરીંગની દુકાનની બારી તોડી તેમાંથી આશરે 25 કિલો કાચી ચાંદી કિંમત રૂૂા. 16,70,000ની ચોરી થતા અને હિમાચલ પ્રદેશના નવા બે કામદારો ગુમ થતા તેની સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે રામચંદ્ર કાકા સાળુંખેએ વિગતવાર નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી પરિવાર સાથે ભુજ સ્થાઈ થઈ ચાંદી કામનો વેપાર કરે છે. ભુજના જીઆઈડીસીમાં ચાંદી રિફાઈનરીંગની તેમની દુકાન છે.
બીજી દૂકાન કંસારા બજારમાં છે. જીઆઈડીસીની દુકાનનું કામ છેલ્લા બાર વર્ષથી પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ) સંભાળતા હતા. પરંતુ સપ્ટેમ્બર બન્ને સામાજીક પ્રસંગોને લઈ એક મહિના માટે વતન જવાના હોવાથી તેની અવેજીમાં પ્રિતમચંદનો સાળો અજયકુમાર લચ્છુરામ ઠાકુર અને પવનકુમારના ઓળખીતા રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર (રહે. બન્ને હિમાચલ પ્રદેશવાળા) ભુજ આવી દુકાનનું ચાંદી રિફાઈનરીંગનું કામકાજ સંભાળી દુકાનની ઉપર આવેલા રૂૂમ પર રહેતા હતા.
નવા કામદારો હોવાથી આ દુકાનની ચાવી રોહિત સાંવત પાસે રહેતી હતી તે સવારે દુકાન ખોલતા અને સાંજે બંધ કરતા હતા. તા. 13/10ના સવારે રોહિત દુકાન ખોલી જોતા દુકાનની બારી તૂટેલી હતી અને દુકાનમાં કામ કરતા નવા કામદારો અજયકુમાર અને રમેશચંદ હાજર ન હતા. દુકાનમાં રિફાઈનરીંગ માટે આવેલી કાચી ચાંદી આશરે 25 કિ.ગ્રા. કિ. રૂૂા. 16,70,000 જોવામાં આવી નહી. બીજો સામાન અને મશીનરી તે જ હાલતમાં હતા. આ બાદ બન્નેનો ફોનથી સંપર્ક સાધવા પ્રયાસ કરતા બન્નેના ફોન બંધ હાલતમાં હતા. જુના માણસોને ફોન કરી બનાવની જાણ કરતા તેઓએ પણ આરોપીઓના પરિવારનો સંપર્ક કરતા બન્ને હજુ સુધી ઘરે ન પહોંચયાની વિગતો મળતા અંતે આ ચોરી અંગે બન્ને પર શક હોવા સાથે ફરિયાદ નોંધાવી છે.
કચ્છ
મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો
ડિકલેરેશનમાં બેન્ટોનાઇટનો પાઉડર દર્શાવ્યો, એસઆઇઆઇબી શાખાએ કર્યો પર્દાફાશ: અંદાજિત 50 કરોડનો 140 ટન પ્રતિબંધિત લાલ રેતીનો જથ્થો સીઝ કરાયો
મુંદરા પોર્ટ પરથી અગાઉ એપ્રિલ અને ગત વર્ષે 2023માં પણ એકથી વધુ મામલા બહાર આવ્યા છતાં પ્રતિબંધિત ગાર્નેટ (લાલ રેતી-એક પ્રકારનું ખનિજ)ના જથ્થાની નિકાસ અટકવાનું નામ નથી લેતી, એના દાખલારૂૂપ ફરી એક ઘટના સામે આવી છે જેમાં મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન એન્ડ ઇન્ટેલીજન્સ બ્રાંચ) દ્વારા કરાયેલી કાર્યવાહીમાં નિકાસ માટે જતા પાંચ ક્ધટેનરની તપાસમાં 140 ટન જથ્થો જપ્ત કરી દીધો છે જેની વિદેશમાં કિંમત લગભગ 50 કરોડ જેટલી થવા જાય છે. મોટેભાગે ચીની ઉદ્યોગમાં ગાર્નેટની વધુ માંગ છે પણ બેન્ટોનાઇટનો પાવડર હોવાનું ડિક્લેર કરેલા અને ગલ્ફ દેશોમાં જતો હોવાનું દર્શાવેલા આ પાંચ ક્ધટેનરને એસઆઇઆઇબી શાખાએ પૂર્વ બાતમીના આધારે તપાસ કરતાં જમ્બો બેગમાં બેન્ટોનાઇટને બદલે ગાર્નેટનો જથ્થો નીકળી પડતાં તેને સીઝ કરાયો છે અને તેના સેમ્પલ મદ્રાસની આઇઆરએલ લેબોરેટરીમાં તપાસ માટે મૂક્યા છે.
એક ક્ધટેનરમાં લગભગ 28 ટન મળીને પાંચ ક્ધટેનરમાં કુલ 140 ટન જેટલો જથ્થો અટકાવી દેવાતાં ફરી એક વખત આવા દેશ વિરોધી કૃત્યો કરનારાઓમાં ભય ઉભો થયો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વધુ વિગત મુજબ લાલ રેતીએ એબ્રેસીવ, પોલીસીંગ, કટિંગમાં ઉપયોગમાં લેવાય છે અને ચીનમાં વધુ માંગ છે પરંતુ ભારતમાંથી જેમની પાસે પરવાનો હોય એ જ નિકાસ કરી શકે છે, પરંતુ બહારના પણ મુંદરા કસ્ટમ સાથે ઘણા સમયથી ઘરોબો ધરાવનારા દ્વારા આ કૃત્ય પાર પાડવામાં આવી રહ્યું છે, પરંતુ કસ્ટમની ખાસ શાખાએ તપાસમાં આને ઝડપી પાડયું હતું. સત્તાવાર કાગળોમાં આ જથ્થો રાજસ્થાનથી મુંબઇની સીએચએ દ્વારા શીપમેન્ટ કરાયો હતો. બેન્ટોનાઇટની નિકાસની છૂટ હોવાથી એનું ડિક્લેરેશન હતું અને સેલ્ફ સીલીંગ ક્ધટેનર હતું. આ વર્તુળોના દાવા મુજબ જ્યાં સુધી એક પેકેટ ન આવે ત્યાં સુધી ક્ધટેનરો રોકાતા નથી અને યોગ્ય રીતે સ્કેનિંગ થતું નથી, આથી ગેરપ્રવૃત્તિઓ કરનારાનો માર્ગ ખુલી જાય છે. આથી સેલ્ફ સીલીંગ મર્યાદિત અથવા બંધ થવું જોઇએ.
કચ્છ
ગુજરાતમાં સુનામીનું એલર્ટ : કચ્છ જિલ્લા તંત્ર સાબદું, SDRF ટીમો ઉતારાઈ
290 લોકોને સલામત સ્થળે ખસેડાયા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોકડ્રીલ કરાઈ હોવાનું જાહેર કરાયું
ગઈકાલે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ નસુનામી-રેડીથનું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે.
વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને યાદ કરતા, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીએસડીએમએ), કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, ઈન્કોઈસ, રિલાયન્સ ફાઉન્ડેશન તથા અન્ય એજન્સીઓએ કચ્છના રાપર ગઢ ગામે મેગા મોક સુનામી એક્સરસાઈઝ હાથ ધરી હતી. યુનેસ્કો સુનામી-રેડી માન્યતા પ્રોગ્રામ અનુસાર આ ગામને સુનામી-રેડી બનાવવાનો આ એક પ્રયાસ હતો.
રાપર ગઢ ગામે વારંવાર વાવાઝોડાં, ભૂકંપ અને સુનામી ત્રાટકે છે અને તાજેતરના ગાળામાં અહીં વરસાદની પેટર્નમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે.
ભારતભરમાં પોતાના ડિઝાસ્ટર રિસ્ક ઘટાડવાના પ્રયાસોના ભાગરૂૂપે, રિલાયન્સ ફાઉન્ડેશને ગામ, બ્લોક તથા જિલ્લા-સ્તરે છેવાડાના હિતધારકો સાથે કામ કર્યું છે, જેમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ સમુદાયનો સમાવેશ થાય છે જેથી હોનારતોના જોખમોને ઘટાડવાની સાથે જલવાયુ-પ્રતિરોધકતા પણ વિસ્તારી શકાય. આ મુજબ, રિલાયન્સ ફાઉન્ડેશને ભોગ બનવાની શક્યતાનું મૂલ્યાંકન કરતા, પોતાના ગ્રામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને (વીડીએમપી) મજબૂત બનાવવા ગામોને મદદ કરી છે તેમજ જાગૃતિ કાર્યક્રમો તેમજ પૂર્વતૈયારીઓની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. મંગળવારે સુનામી તૈયારીની એક્સરસાઈઝના ભાગરૂૂપે, ગામલોકો કે જેઓ પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારની નજીક હતા, તેમને ગામ ખાલી કરાવીને નિર્ધારિત સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડાયા હતા. સવારમાં જ જીએસડીએમએ દ્વારા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ (ઈન્કોઈસ) તરફથી મોક એલર્ટ અપાયું હતું.
સમગ્ર ગ્રામ સમુદાયને ઈન્ડોનેશિયાના સુમાત્રા નજીક 9.03ની તીવ્રતાના ભૂકંપની ચેતવણી અપાઈ હતી, જેના પગલે ભારતના પશ્ચિમ કાંઠે આગામી 3 કલાકમાં સુનામી આવવાની ભીતિ દર્શાવાઈ હતી. મહત્ત્વના સ્થળોએ સરળતાથી જોઈ શકાય તે રીતે ગામ ખાલી કરીને જવાના રૂૂટના નકશા ગોઠવાયા હતા અને તેનાથી ગામવાસીઓને સમયસર અને આયોજિત રીતે આશ્રયસ્થાનો સુધી પહોંચવામાં મદદ મળી હતી. ઈન્સિડન્ટ કમાન્ડ સેન્ટરની ગ્રામ પંચાયત કચેરી નજીક સંકલન હબ તરીકે સ્થાપના કરાઈ હતી.
પોલીસ તથા આરોગ્ય જેવા આવશ્યક સેવા વિભાગીય કર્મચારીઓને સાબદાં રખાયા હતા જેથી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળાય જ્યારે મરીન પોલીસ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં જતા રોકવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ કર્મચારીઓ તથા એએનએમ દ્વારા સુનિશ્ચિત કરાયું હતું કે બાળકોને સુરક્ષિત રીતે ગામમાંથી ખસેડવામાં આવે. બધું મળીને 65 બાળકો તેમજ 25 વૃદ્ધો સહિત, 290 લોકોને આ ગામમાંથી સલામત સ્થળે ખસેડાયા હતા.
કચ્છ
કચ્છનું માધાપર બન્યું એશિયાનું સૌથી ધનિક ગામ: 7000 કરોડની FD
32000 લોકોની વસ્તીમાં સરેરાશ દરેક લોકો પાસે રૂા.22 લાખની બચત
ગુજરાતના કચ્છ જિલ્લામાં, માધાપર નામનું એક નાનકડું ગામ છે જે એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. જો કે આ ગામ બહુ મોટું નથી, તે લગભગ માત્ર 32,000 લોકો ધરાવે છે, અને તેના નાણાકીય સંસાધનો નોંધપાત્ર છે. અહીંના રહેવાસીઓ નાણાં બચાવવા અને રોકાણ કરવા માટે જાણીતા છે, જે આશ્ચર્યજનક ઈંગછ 7,000 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ એકઠા કરવા માટે પૂરતી છે.
માધાપર આ પ્રકારની સંપત્તિ તક દ્વારા કે રાતોરાત હાંસલ કરી શકી નથી. તે ઘણા વર્ષોની મહેનત, બચત અને સમજદાર નાણાકીય નિર્ણયોનું પરિણામ છે. માધાપરના લોકો, ખાસ કરીને પટેલ સમુદાયે, તેઓ જે કમાણી કરે છે તેનો એક ભાગ બચાવીને અને સ્થાનિક બેંકોમાં રોકાણ કરીને નોંધપાત્ર મહેનત અને સતત તેમની સંપત્તિમાં વધારો કર્યો છે.
ગામમાં, મોટાભાગના લોકો પાસે ફિક્સ ડિપોઝિટમાં લગભગ 22 લાખ રૂૂપિયાની બચત છે. આ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ તે એટલા માટે છે કારણ કે ગામડાના લોકો પૈસા બચાવવા અને કાળજીપૂર્વક ખર્ચવામાં ખૂબ જ સારી છે. તેઓ આર્થિક રીતે સ્વતંત્ર અને સુરક્ષિત રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તેમને વર્ષોથી ઘણી બચત કરવામાં મદદ કરે છે.
માધાપરની અપાર સંપત્તિનું એક મુખ્ય કારણ એનઆરઆઇસ બિન-નિવાસી ભારતીયો છે, જેઓ આ ગામના છે. માધાપુરના ઘણા રહેવાસીઓ ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને કેટલાક આફ્રિકન રાષ્ટ્રો જેવા વિદેશી દેશોમાં સ્થળાંતર કરી ગયા છે. આ એનઆરઆઈ વેપાર, બાંધકામ અને વધુ જેવા વ્યવસાયોમાં રોકાયેલા છે. તેમના વતનથી દૂર રહેતા હોવા છતાં, તેઓ સતત નોંધપાત્ર રકમ માધાપુર પાછા મોકલે છે.
ગામમાં જે પૈસા આવે છે તેનાથી તેની મૂળભૂત જરૂૂરિયાતોને સુધારવામાં મદદ મળી છે. ઘણા ગ્રામીણ ગામોથી વિપરીત, માધાપરમાં સારા રસ્તા, સ્વચ્છ પાણી, ઉદ્યાનો અને યોગ્ય સ્વચ્છતા છે. ત્યાં શાળાઓ, મંદિરો અને જાહેર વિસ્તારો પણ છે જે ત્યાં રહેતા લોકો માટે જીવન સરળ બનાવે છે.
કેવી રીતે વૈશ્વિક જોડાણો ગ્રામીણ વિસ્તારોને સુધારવામાં મદદ કરે છે
માધાપરની ખાસિયત એ છે કે લોકો કેટલા નજીક છે. ઘણા દૂર રહેતા હોવા છતાં પણ તેઓ ગામની ચિંતા કરે છે. તેઓ માત્ર પૈસા મોકલતા નથી – – તેઓ તેને સ્થાનિક બેંકોમાં પણ રાખે છે. સમુદાયની આ ભાવનાએ ગામનો વિકાસ અને સારી કામગીરી કરવામાં મદદ કરી છે.
માધાપરમાં નાની-મોટી કુલ 17 બેન્કો આવેલી છે
એનઆરઆઇ સ્થાનિક બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં નાણાં ટ્રાન્સફર કરે છે. આ પ્રથાએ ગામની સંપત્તિને વધારવામાં નોંધપાત્ર મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં માધાપરમાં 17 બેંકોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં એક્સિસ બેંક અને એચડીએફસી જેવી જાણીતી બેંકોનો સમાવેશ થાય છે. નાના ગામ માટે આ આશ્ચર્યજનક રીતે અસામાન્ય છે, પરંતુ તે માધાપુરમાંથી કેટલા પૈસા પસાર થાય છે તેના પર ભાર મૂકે છે.
-
રાષ્ટ્રીય1 day ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ1 day ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ1 day ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
રાષ્ટ્રીય3 hours ago
પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO
-
આંતરરાષ્ટ્રીય1 day ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર