ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતા 20 વિદ્યાર્થી ઘવાયા

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની…

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. ધારીની ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક ચાલકે બેલેન્સ ગુમાવી દેતા રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.

આ અકસ્માતમાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો પણ વિદ્યાર્થીઓની વ્હારે દોડી આવ્યા હતા.
મોટી જાનહાનિ ટળતા વાલીઓ અને શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ અકસ્માતની જાણ થતા જ માનવતાના દર્શન થયા હતા.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ જનપ્રતિનિધિઓ પોતાના ચૂંટણી પ્રચારના કાર્યક્રમો પડતા મૂકીને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. નેતાઓએ વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા, અને તેમને જરૂૂરી તમામ તબીબી સહાય મળે તે માટે વ્યવસ્થા કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *