રેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોત

શહેરમાં રૂખડીયાપરા ફાટક પાસે ફઈ સાથે રહેતો 16 વર્ષનો સગીર બાઈક લઈને ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે રેલનગરના નાલા પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં…

શહેરમાં રૂખડીયાપરા ફાટક પાસે ફઈ સાથે રહેતો 16 વર્ષનો સગીર બાઈક લઈને ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે રેલનગરના નાલા પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા સગીરનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૂખડીયાપરા વિસ્તારમાં રહેતો રાજદીપ જીતેશભાઈ નામનો 16 વર્ષનો સગીર બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બાઈક લઈને રેલનગરના નાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા સગીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં રાજદીપ બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા હયાત નથી. રાજદીપ તેના ફઈ ચંપુબેન સાથે રહેતો હતો. ગઈકાલે ફુવા અજયભાઈનું બાઈક લઈને ચક્કર મારવા નીકળતાં કાળ ખેંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *