રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી થવામાં, નવા નોટિફિકેશનની રાહ

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત જાન્યુઆરી, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી દેવામાં આવી…

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત જાન્યુઆરી, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. આ મહિનાના અંતર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારની 28 સોસાયટીઓમાં અશાંતધારો તા.13/05/2021ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને તે 13/01/2026ના રોજ મુદત પુરી થઇ રહી છે. આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં હજારો હિંદુ લોકોને દસ્તાવેજ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

વહીવટી વિભાગના સૂત્રો અનુસાર, મુદત વધારા માટેની દરખાસ્ત હાલ કલેક્ટર રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે. રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મહિનાના અંત સુધીમાં ફરીથી નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે તો બીજી બાજુ આ નોટિફિકેશન માં કોઈ નવા એરિયાને ઉમેરો કરવામાં આવે કે નહીં તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *