લાલપુર નજીકના રસોઈ ડેમમાં અકસ્માતે પડી જતાં યુવાનનું મોત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલા સોસોઈ ડેમના પાળા પરથી બપોરના ચાર વાગ્યા ના અરસામાં મૂળ રાજસ્થાનનો વતની સુનિલ પુનિયા નામનો 26 વર્ષનો…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલા સોસોઈ ડેમના પાળા પરથી બપોરના ચાર વાગ્યા ના અરસામાં મૂળ રાજસ્થાનનો વતની સુનિલ પુનિયા નામનો 26 વર્ષનો યુવાન અકસ્માતે ડેમના પાણીમાં પડી ગયો હતો.
આ બનાવ અંગે ત્યાંથી પસાર થનારા કોઈ વ્યક્તિએ 112 નંબરની સેવામાં કોલ કર્યો હતો, જેથી જામનગર માં નગરપાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ તથા સિક્કા 112 ની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ ની ટુકડીએ પાણીમાં ડૂબી ગયેલા યુવાનને બહાર કાઢ્યો હતો. જોકે તેનો મૃતદેહ લાગ્યો હતો.

સિક્કા પોલીસે મૃતદેહનો કબજે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન રાજસ્થાન નો વતની હોવાનું અને હાલ ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરતો હોવાનું અને પીપળી નજીકના વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *