કોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજા

વેરાવળ-કોડિનાર હાઈવે પર સુંદરપરા ગામ નજીક ભગુડા મોગલધામ દર્શને જતાં શ્રદ્ધાળુની બસ પલટી જતાં એક યુવકનું મોત થયું હતું અને 23 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર…

વેરાવળ-કોડિનાર હાઈવે પર સુંદરપરા ગામ નજીક ભગુડા મોગલધામ દર્શને જતાં શ્રદ્ધાળુની બસ પલટી જતાં એક યુવકનું મોત થયું હતું અને 23 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. વેરાવળ-કોડિનાર હાઈવે પર આવેલા સુંદરપરા ગામ પાસે રાત્રે 11 વાગ્યાની આસપાસ ભગુડા મોગલધામ દર્શન માટે જતી બસને અકસ્માત નડ્યાની ઘટના સામે આવી હતી. જેમાં એકનું મોત થયું છે અને 23 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્ત્વનું છે કે, વેરાવળના ખારવા સમાજના 56 લોકો હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે દર્શન કરવા જતાં હતા.

આ દરમિયાન બસચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 22 વર્ષીય યોગેશ નામના યુવકનું મોત થયું હતું. ગઈકાલે રાત્રે હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે વેરાવળના ખારવા સમાજના 56 લોકો એક બસમાં સવાર થઈને ભગુડા મોગલધામ દર્શન કરવા જતાં હતા. આ દરમિયન વેરાવળ-કોડિનાર હાઈવે પર આવેલા સુંદરપરા ગામ નજીક બસ પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ પલટી મારી ગઈ હતી અને બસમાં સવાર 22 વર્ષીય યોગેશ ચોરવાડી નામના યુવકનું મોત થયું હતું અને અન્ય 23 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતાં.

હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે ખારવાવાડ વિસ્તારમાંથી ઈશ્વરભાઈ ગોહેલ નામના યુવકે ભગુડા મોગલધામ દર્શને જવા એક યાત્રા સંઘનું આયોજન કર્યું હતું. જેમાં વેરાવળથી બગદાણા, ભગુડા મોગલધામ, ઊંચા કોટડા, સાળંગપુર અને બીજા દિવસે ખારવાવાડ પાછા આવવું આયોજન કરાયું હતું. આ બસ નીકળ્યા પછી 18 કિમી દૂર સુંદરપરા ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જેમાં 22 વર્ષીય યુવક યોગેશ ચોરવાડીનું મોત થતાં તેના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ અકસ્માત પછી ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *