પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…

હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા નીપજાવવાના કેસમાં અદાલતે હત્યારા પતિને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ સંતોષી ચોક, ગંજીવાડા શેરી નંબર 4માં રહેતી જાહીદાબેન ઉર્ફે જાયદાબેન શાહમદાર નામની પરિણીતા પર પતિ ઈસુબશા ઉર્ફે યુસુફશા ઈબ્રાહીમ શાહમદારે તા.28/10/2022ના રોજ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની મૃતકના પિતા ભીખુશા કાસમશા શાહમદારે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપીના પુન: નિકાહ હતા. તેમજ સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પતિ યુસુફશા દ્વારા અગાઉ પત્ની અગાઉ પણ હુમલો કર્યો હતો.

બાદ બંને પક્ષ દ્વારા સમાધાન થતા પરિણીતા પોતાના સાસરે રહેવા આવી હતી. થોડા સમય દાંપત્ય જીવન સરખું ચાલ્યા બાદ પતિ યુસુફશા દ્વારા પત્ની જાહિદાબેન પર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદ તપાસ પૂર્ણ થતા તપાસ કરેલી અને ફરીયાદી ઉપરાંત પંચ સાહેદો, તબીબ, પોલીસ સાહેદો વિગેરે ચાર્જશીટમાં દર્શાવી અને કોર્ટમાં ફાઈલ કરી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં જરૂૂરી પુરાવાઓ લેવામાં આવેલા અને બન્ને પક્ષે દલીલો કરવામાં આવી હતી.

બાદ જેમાં ફરીયાદી તરફે એ.પી.પી.એ ચુકાદાઓ પણ રજુ કરેલા અને દલીલ કરેલ કે જયારે બે જ માણસો રૂૂમમાં હતા, ત્યારે આરોપી સીવાય બીજુ કોઈ કૃત્ય કરનાર હોઈ શકે નહીં અને આરોપીએ જ ઠંડે કલેજે પોતાની પત્નીની હત્યા કરેલ છે, જેથી તેને પુરેપુરી સજા કરવી જોઈએ. ફરીયાદ પક્ષેથી થયેલ દલીલોને માન્ય રાખી અને સેશન્સ કોર્ટે આરોપી ઈસુબશા ઉર્ફે યુસુફશા ઈબ્રાહીમ શામદારને તકસીરવાર ઠેરવી આઈ.પી.સી. કલમ-302ના ગુન્હામાં આજીવન કેદની સખત સજાનો હુકમ કરી અને દંડ ફટકારેલ છે. આ કેસ સરકાર તરફે એ.પી.પી. મહેશકુમાર એસ. જોષી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *