કાલાવડના નવાગામમાં યુવાન પર હુમલો, માથું ફોડી નાખ્યું

હુમલાખોર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને માલ ઢોર નો વ્યવસાય કરતા એક માલધારી યુવાન પર સામાન્ય બોલા ચાલી…

હુમલાખોર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને માલ ઢોર નો વ્યવસાય કરતા એક માલધારી યુવાન પર સામાન્ય બોલા ચાલી બાદ નવાગામના જ બે શખ્સોએ માથામાં લોખંડનો સળીયો ફટકારી માથું ફોડી નાખ્યું છે.આ હુમલા ના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકા ના નવા ગામમાં રહેતા ધીરુભાઈ ગગજીભાઈ વાઘેલા નામના 45 વર્ષના માલધારી યુવાન પર તે જ ગામમાં રહેતા વિજય અજમલભાઈ વાઘેલા અને દિનેશ અજમલભાઈ વાઘેલાએ તકરાર કર્યા પછી માથામાં લોખંડનો સળીયો ભટકાડી દીધો હતો.


જેથી તેનું માથું ફાટી ગયું હતું, અને જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા હતા.આ હુમલા બાબતે ઇજાગ્રસ્ત ના પત્ની પ્રભાબેન ધીરુભાઈ વાઘેલાએ પોતાના પતિને માર મારી પતાવી દેવાની ધમકી આપવા અંગે વિજય વાઘેલા અને દિનેશ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *