જામનગરમાં વામ્બે આવાસ રોડ પર આવેલા ભાડાના મકાનમાં ઇંગલિશ દારૂૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડી 46 નંગ દારૂૂની બાટલી કબજે કરી છે, જયારે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
જામનગરમાં મયુરનગર નજીક વામ્બે આવાસ રોડ પર એક ભાડાના મકાનમાં રહેતા જયેશ ઉર્ફે ભીખુ સાજણભાઈ પીંગળ દ્વારા પોતાના ભાડાના મકાનમાં ઇંગલિશ દારૂૂ સંતાડયો છે, તેવી ચોક્કસ બાતમી એલસીબી ની ટુકડીને મળી ગઈ હતી.
જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એલસીબી ની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન પોલીસે નાની 46 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો હતો, જ્યારે દારૂૂનો ધંધાથી જયેશ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને શોધખોળ હાથ ધરી છે.
