માતાજીના માંડવા માંથી પરત ફરી રહેલા બે મિત્રો પૈકી એકને ઇજા
જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પાસે જવાહર નગરમાં રહેતા બે મિત્રો જામનગર થી રાજકોટ તરફ માતાજીના માંડવામાં હાજરી આપવા માટે ગયા હતા, અને ત્યાંથી સ્કૂટર પરત ફરી રહ્યા હતા જે દરમિયાન ફલ્લા પાસે કૂતરૂૂ આડું ઉતરતાં અકસ્માત સર્જાયો હતો, અને સ્લીપ થયેલું બાઈક પીલોર સાથે ટકરાતાં ગંભીર ઈજા થવાથી એક યુવાનનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બીજો મિત્ર ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાપા રેલવે સ્ટેશન નજીક જવાહર નગરમાં રહેતો અને મજૂરી કામ કરતો મનસુખ નારણભાઈ સીતાપરા નામનો 19 વર્ષનો કોળી યુવાન પોતાના જ મિત્ર સંજય ભરતભાઈ રાઠોડ (18) સાથે જામનગર થી પોતાનું જી. જે. 10 ડી.ક્યુ. 8216 નંબરનું એકટીવા લઇને રાજકોટ નજીક ન્યારા ગામ પાસે આવેલા માતાજીના માંડવામાં હાજરી આપવા માટે ગયા હતા, અને જ્યાંથી દર્શન કરીને ગઈકાલે સવારના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન ફલ્લા નજીકથી અકસ્માત નડ્યો હતો. રસ્તામાં અચાનક કૂતરું આડું ઉતારતાં તેને બચાવવા જવાથી સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું, અને માર્ગની નજીક આવેલા પીલોર સાથે કિશનભાઇ નું માથું અથડાઈ પડતાં તેનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતુ. જયારે પાછળ બેઠેલા મનસુખભાઈ સીતાપરાને ઈજા થવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઇ.ડી.એ. રાઠોડ અને રાઇટર જયસુખભાઈ રાઠોડ બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયા છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
