મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
જે બનાવ અંગે મૃતકના મોટાભાઈ અરજણભાઈ પાલાભાઈ ખટાણાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આઈ.ડી. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતકના લાંબા સમયથી સગાઈ કે લગ્ન થતા ન હોવાના કારણે પોતે છેલ્લા પાંચ છ મહિનાથી ગુમસુમ રહેતો હતો, અને તેના કારણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
