ફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદ

જામનગર શહરેમાં રહેતા કનકસિંહ બી. જાડેજા એ એસ.બી.આઈ. બેન્ક માંથી પોતા ની કાર માટે ફાસ્ટ ટેગ કઢાવેલ. જે ફાસ્ટેગ માં બેલેન્સ રૂૂા.300 હોવા છતાં ખંભાળીયા…

જામનગર શહરેમાં રહેતા કનકસિંહ બી. જાડેજા એ એસ.બી.આઈ. બેન્ક માંથી પોતા ની કાર માટે ફાસ્ટ ટેગ કઢાવેલ. જે ફાસ્ટેગ માં બેલેન્સ રૂૂા.300 હોવા છતાં ખંભાળીયા હાઈ વે ઉપર આવેલ દાતા ગામ પાસે નેશનલ ટોલ પ્લાઝા પર ફરીયાદી ની કાર પહોંચતા એસ.બી.આઈ. બેન્ક માંથી કઢાવેલ ફાસ્ટંગ ટોલ કપાવવા માટે સ્કેન કરતા તેમાં લો-બેલેન્સ દર્શાવાઈ હતી. જેથી ફરીયાદી એ તેમના સગા મારફત રૂૂા.100 રીચાર્જ તાત્કાલીક કરાવતા ફાસ્ટેગમાં બેલેન્સ રૂૂા.400 થઈ હતી. તેમ છતાં ફાસ્ટેગમાંથી ટોલ કપાયેલ નહી. જેથી ફાસ્ટેગવાળા પાસે ચેક કરાવતાં તેમાં પણ બેલેન્સ રૂૂા.400 જોવા મળી હતી પરંતુ ટોલ કપાયેલ નહી.

જેથી એસ.બી.આઈ.બેન્ક ના ફાસ્ટેગ ના ટોલ ફ્રી નંબર ઉપર વાત કરતાં તેમણે જણાવેલ કે અમારી સીસ્ટમમાં ફાસ્ટ ટેગ એકટીવ બતાવે છે.

જેથી ફરીયાદીએ તે કસ્ટમર કેર અધિકારીની વાત ટોલ પ્લાઝાના જવાબદાર વ્યકિત સાથે કરાવી હતી. આમ છતાં ફાસ્ટેગ ચાર્જ કપાયેલ નહી. અને ફરીયાદી એ ટોલ ટેકસ રૂૂા.105 થતો હતો તેના બદલે દંડ સ્વરૂૂપે રૂૂા.210 ચુકવવા પડ્યા હતા. અને આ બધી પ્રક્રિયામાં ફરીયાદી નો અડધો કલાક સમય બગડ્યો હતો. ત્યાર બાદ થોડા દિવસો પછી ફરીયાદી રાજકોટ થી ગોંડલ પોતા ની કાર લઈને જતા હતા ત્યારે રીબડા પાસે આવેલ ટોલ પ્લાઝા પર આ ફાસ્ટેગ ટોલ કપાવવા સ્કેન કરાવતા ત્યાંથી ટોલ ટેકસ કપાયેલ હતો. આમ અગાઉ પણ ફરીયાદી ની કાર ધણી વખત જામનગર થી ખંભાળીયા તરફ જતી હોય ત્યારે દાતાં ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર અગાઉ પણ આ ફાસ્ટંગ ચાલ્યા નથી .

જેથી ફરીયાદીને ખુબ જ માનસીક ત્રાસ થયેલ અને ફાસ્ટેગ હોવા છતાં આર્થીક નુકશાન થયેલ. જે બદલ ફરીયાદીએ પોતાના વકીલ મારફત ધરમપુર-દાતા ટોલ પ્લાઝાના જવાબદાર વ્યતિને તથા એસ.બી.આઈ. બેન્ક જામનગર ના જવાબદાર વ્યકિતને લીગલ નોટીશ આપી હતી. તેમ છતાં આ બંને એ નોટીશ નો કોઈ જવાબ આપ્યો નહી.
તેથી ફરીયાદી એ ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરીયાદ દાખલ કરી છે.જેથી આયોગ દ્રારા ફરીયાદ નું સંગ્યાન લઈ સામાવાળા વિરૂૂધ્ધ નોટીશ ઈન્યુ કરવાનો હુકમ કરેલ છે.
આ કેસ માં ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી ગિરિરાજસિંહ કે. જાડેજા તથા વિશ્વજીતસિંહ કે. જાડેજા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *