જામનગર રોડ માધાપર ચોકડી પાસે ઝુંપડામાં રહેતા વીરાભાઈ અરજણભાઈ પરમાર(ઉ.વ.55)ને મારો દિકરો ક્યાં છે એ તને ખબર છે કહી દે તેમ કહી તેમના સગા ભાઈ કાનાભાઈ અરજણભાઈ અને ભત્રીજા ગંગલો કાનાભાઈએ મારમારતા તેમને સિવિલમાં ખસેડાયો હતો અને આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
વીરાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા નાનાભાઈ કાનાનો દીકરો દિલીપ અમારા સમાજની દીકરીને ભાગાડીને લઈ ગયેલ છે,જે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અગાઉ તેના વિરૂૂધ્ધ ફરીયાદ દાખલ થયેલ છે. તા.26/1ના રોજ સવારના હુ મારા ઝુપડા મા હાજર હતો ત્યારે મારો નાનો ભાઈ કાનો મારી પાસે આવીને કહેવા લાગેલ કે મારો છોકરો દિલીપ છોકરી ભગાડીને લઇ ગયેલ છે તેઓ બન્ને જણા કયા છે તેની તારા છોકરાને ખબર છે જેથી મે મારા ભાઈને જણાવેલ કે મારા છોકરાને આ વિશે કાંઈ ખબર નથી આમા મારા છોકરાનુ નામ ના લે જેથી આ મારા ભાઈ કાનાએ મને કહેલ કે મારો છોકરો કયા છે એ તારા છોકરાને પુછી લે નહીતર મજા નહીં આવે તેવી ધમકી આપવા લાગેલ અને એ દરમ્યાન મારા ભાઈ કાનાનો છોક રો ગંગલો કાનાભાઈ પરમાર ત્યા આવેલ અને મારી સાથે તેમનો દીકરો દિલીપ કયા છે તેવુ પુછી બોલાચાલી ઝઘડો કરવા લાગેલ જેથી મેં તેઓને બોલચાલી ઝઘડો કરવાની ના પાડેલ અને મે મારા ભાઈ કાનાને જણાવેલ કે તારો છોકરો જે છોકરીને લઈને જતો રહેલ છે.
તેમને ગોતીને છોકરીના પિતાને છોકરી પરત કરી દિયો એટલી વાત પુરી થાય એવું કહેતા આ મારો ભાઈ કાનો તથા તેનો દીકરો ગંગલો મારા ઉપર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. આ મારો ભાઈ કાનો અને ગંગલો મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આ ઝઘડા દરમ્યાન આ મારો ભાઇ કાનો તથા તેનો દીકરો ગંગલો કયાંકથી લાકડાના ધોકા જેવું લઇ આવેલ જેના વડે મને મારા ભાઈ કાનાએ પેટના ભાગે અને ડાબા હાથના ભાગે એક એક ફટકો મારી અને મારા ભત્રિજા ગંગલાએ તેની પાસે રહેલ લાકડાના ધોકા વડે જમણા પગના પંજાના ભાગે એક ઘા મારી દીધી હતી. આ દરમિયાન મારી દીકરી ગંગા ત્યા આવી ગયેલ અને આજુબાજુના લોકો ભેગા થઈ જતા મને વધુ મારમાથી છોડાવેલ અને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
