ખંભાળિયામાં યુવાનના કથિત પ્રેમ પ્રકરણમાં પાંચ શખ્સો દ્વારા હુમલો

ખંભાળિયા તાલુકાના પટેલકા ગામે રહેતા મુંજાભાઈ લખુભાઈ ચાવડા નામના 26 વર્ષના યુવાનને એક તરુણી સાથે વર્ષોથી અગાઉ કથિત પ્રેમ સંબંધ હોય, અને આ તરુણી પણ…

ખંભાળિયા તાલુકાના પટેલકા ગામે રહેતા મુંજાભાઈ લખુભાઈ ચાવડા નામના 26 વર્ષના યુવાનને એક તરુણી સાથે વર્ષોથી અગાઉ કથિત પ્રેમ સંબંધ હોય, અને આ તરુણી પણ તેની સાથે રહેવા માંગતી હોય, આ પ્રકરણને અનુલક્ષીને થોડા દિવસો પૂર્વે આ બંને મોટરસાયકલ પર બેસીને પટેલકા ગામે જતા હતા. ત્યારે ગુરુવાર તા. 19 ના રોજ હંજડાપર ગામના પાટિયા પાસે પહોંચતા છકડા રિક્ષામાં ધસી આવેલા જયેશ ગોવિંદ સોલંકી, નરેશ ગોવિંદ સોલંકી, અશ્વિન ગોવિંદ સોલંકી અને કેતન સોલંકી તથા ભાટિયાના દુદાભાઈ હીરાભાઈ ચાવડા દ્વારા ફરિયાદી મુંજાભાઈને રિક્ષામાં બેસાડીને ખંભાળિયા ખાતેના રહેણાંક મકાને લાવવામાં આવ્યા હતા. જ્યાં આરોપીઓ દ્વારા ધોકા વડે તેને બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડ્યાની તથા છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે તમામ પાંચ આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

કલ્યાણપુરનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામના પાદરમાં રહેતા મારખી સોમાત ખેંગાર જાડેજા નામના 47 વર્ષના હિન્દુ ડફેર શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *