ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહના સમાધી સ્મારક સામે ગંદકી, કચરાના ગંજ

ગોંડલના પાંજરાપોળ પુલ પાસે પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહનાં સમાધી સ્મારક સામે કચરા અને ગંદકીનાં ગંજ ખડકાયા હોય આપનાં મહીલા નેતા જીગીશાબેન પટેલે ત્યાં દોડી જઇ…

ગોંડલના પાંજરાપોળ પુલ પાસે પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહનાં સમાધી સ્મારક સામે કચરા અને ગંદકીનાં ગંજ ખડકાયા હોય આપનાં મહીલા નેતા જીગીશાબેન પટેલે ત્યાં દોડી જઇ ગોંડલ ભાજપ નો ગંધાતો વિકાસ નાં બેનરો સાથે નગરપાલિકા તંત્ર ને આડે હાથ લઇ કચરો કાયમી પણે નહી દુર કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતો.તેમણે કટાક્ષ કર્યો કે આ જગ્યા વોર્ડ નંબર 10 માં આવેછે.અને તેનાં ચુંટાયેલા સભ્ય અશ્ર્વીનભાઇ રૈયાણી હાલ નગરપાલિકાનાં પ્રમુખ છે.તેમનાં માટે આ શરમજનક વાત છે. મહારાજા ભગવતસિહે ગોંડલને ઘણું આપ્યું છે.પણ તેઓનાં સમાધી સ્થળની જાણવણી માટે ભાજપનાં આગેવાનો સરેઆમ નિશ્ર્ફળ નિવડ્યાં છે.

જીગીશાબેન પટેલે કહ્યુ કે નગરપાલિકા દ્વારા શહેરની સફાઈ નો કોન્ટ્રાક્ટ જામનગર ની જાનવી ક્ધસ્ટ્રકશન ને અપાયો છે.સાફસુફી માટે નગરપાલિકા આ કંપનીને મહીને 42 લાખ જેવી રકમ ચુકવે છે.પણ ગોંડલમાં ઠેરઠેર ગંદકી અને કચરો નજરે પડે છે.જો સાફસફાઇ નથી થતી તો સફાઈ ની લાખોની રકમ કોનાં ખિસ્સામાં જાય છે ?કોણ કોણ ભાગબટાઇ કરે છે.

તેવો સવાલ ઉઠાવી જીગીશાબેન પટેલે કહ્યુ કે આ મુદે ગોંડલનાં ધારાસભ્યએ ક્યારેય કોઈ અવાજ ઉઠાવ્યો નથી. ત્યારે એવું લાગી રહ્યુ છે કે તેઓ પણ અધિકારીઓ તથા સદસ્યો સાથે ઇન્વોલ છે. જીગીશાબેન પટેલે રજુઆત નો વિડીયો સોશિયલ મીડીયા માં વાયરલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *