નવા બનેલા કોસ્ટલ હાઈવેના કામમાં લોલંલોલ : દોઢ વર્ષમાં બીજી વખત તિરાડો પડી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા…

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા અને વાહનચાલકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી દરરોજ 4700થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે.

અગાઉ પણ આ બ્રિજ પર તિરાડો પડતાં સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, ફરીથી મોટી તિરાડો પડવાને કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. આ હાઇવે 24 કલાક ધમધમતો રહે છે, ત્યારે નબળી ગુણવત્તાના કામો થયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના આ બ્રિજ પરથી સોમનાથ, ભાવનગર, મહુવા અને દીવ સહિતના સ્થળોએથી દરરોજ 4700થી વધુ વાહનોની અવરજવર રહે છે. નવા બનેલા બ્રિજની આવી હાલત થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ સરકાર દ્વારા તપાસ એજન્સીઓ બેસાડીને આ મામલે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે.રાજય સરકારના કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં અમરેલી જિલ્લામાં સ્ટેટ સહિત વિવિધ જિલ્લાના નબળા માર્ગો અને નબળા કામો ઉપર કેટલીક એજન્સીઓ સામે કાર્યવાહી કરવા તપાસ બેસાડવા કલેકટરને સૂચના આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, નબળા કામો કરનારાને ગુજરાત અને દેશમાં કામ નહીં કરવા દઈએ, અમરેલીમાં કેટલુંક અમારા ધ્યાને આવ્યું છે બ્લેક લિસ્ટ કરી કાર્યવાહી કરીશુ. આ પ્રકારના નિવેદન બાદ પ્રભારી મંત્રીએ નેશનલ હાઇવેમાં નબળા કામો કરનારા એજન્સીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની જરૂૂર છે. અથવા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને બ્રિજ ઉપર મુલાકાત લેવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *