ગોંડલ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી પરપ્રાંતિય યુવાનનો આપઘાત

ગોંડલ રાજકોટ રેલ્વે ટ્રેક પર હડમતાળા ફાટક નજીક પસાર થઇ રહેલી માલગાડી હેઠળ પડતું મુકી પરપ્રાંતિય યુવાને આપઘાત કરતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.બનાવ અંગે…

ગોંડલ રાજકોટ રેલ્વે ટ્રેક પર હડમતાળા ફાટક નજીક પસાર થઇ રહેલી માલગાડી હેઠળ પડતું મુકી પરપ્રાંતિય યુવાને આપઘાત કરતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ બપોર ના સવા બાર નાં સુમારે ગોંડલ થી રાજકોટ જઇ રહેલી માલગાડી હડમતાળા ફાટક પાસે પંહોચી ત્પારે ધસમસતી ટ્રેન નીચે દેવીસિંહ કરણસિંહ પરમાર ઉ.વ 33 એ ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કર્યો હતો.અકસ્માત બાદ માલગાડી પચ્ચીસ મીનીટ ઉભી રહી હતી.

બનાવ ની જાણ કોટડા સાંગાણી પોલીસ ને થતા એએસઆઇ વિશાલ ગડાધરા ઘટનાસ્થળે દોડી આવી ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને જાણ કરતા ટ્રસ્ટ નાં જય માધડ ટીમ સાથે દોડી આવી બુરી રીતે કપાયેલા મૃતદેહ ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક દેવીસિંહ મુળ રાજસ્થાન નાં જોધપુર જીલ્લાનાં ખારીયા ગામનાં અને હાલ હડમતાળા જીઆઇડીસી માં આવેલાં દેવદિપ કોટનમાં કામ કરતા હતાં.તેને સંતાન માં ચાર દિકરીઓ હોવાનું અને માનસિક બીમારી થી કંટાળી જઈ આપઘાત કર્યાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *