પાલનપુર સાથે મજૂરી કામ વખતે બંન્ને વચ્ચે પરીચય થતા જેતપુર આવી રહેતા હતા, આડાસંબંધની શંકાએ મોતને ઘાટ ઉતારી
જેતપુરના રબારીકા રોડ પર આવેલા એમ.જી. ઉદ્યોગનગર વિસ્તારમાં એક કારખાનાની ઓરડી માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ચાદરમાં લપેટાયેલી હાલતમાં હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી હતી પોલીસને બાવળની ઝાડીઓમાં આવેલી એક અવાવરું ઓરડીમાંથી આ મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું છે. વિધવા મહિલાની તેના સાથે રહેતા તેના પ્રેમીએ હત્યા કર્યાનું ખુલ્યું હતું.આડાસંબંધોની શંકાએ વિધવા ને તેના જ પ્રેમીએ મોતને ઘાટ ઉતારી હતી આ મામલે પોલીસે હત્યારા પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના એમ.જી. ઉદ્યોગનગર વિસ્તારમાં સગુણા પ્રિન્ટ નામના કારખાનાની બજુબા દિલ પાછળ ખંઢેર હાલતમાં આવેલ એક ઓરડી માંથી એક મહિલાની લાશ મળી હતી બનાવની જાણ થતા જેતપુર પોલીસ તેમજ એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા આ લાશ અનિતાબેન નામની મહીલાની હોવાનું ખુલ્યું હતું. બનાવ અંગે તેના ભાઈ સુરતના નિયોલ ગામ હરપતિ પલસાણા રહેતા જયેશકુમાર કાળીદાસ રવજીભાઈ રાઠોડને જાણ કરતા તે જેતપુર દોડી આવ્યા હતા. જેનું ખૂન થઇ ગયેલ તે તેના બહેન અનિતાબેન હોવાનું ઓળખી બતાવ્યું હતું. જયેશે જણાવ્યું કે, બહેન અગાઉ પાલનપુર કામે ગયેલ હતા, ત્યારે તેની સાથે કામ કરતા સંજય રાઠોડ સાથે ઓળખાણ થતા તેની સાથે રહેવા લાગેલ હતા અને તેને સંતાનમાં બે દિકરા છે. બાદ તેઓ બધા મજુરી કામે નિયોલ આવતા રહેલ હતા.
અને એક વર્ષ પહેલા બનેવીનું અવસાન થઇ જતા, તેના બાળકોને તેના દાદા પાલન પુર લઇ ગયેલ હતા. ત્યારથી આ બહેન ઘરેથી સાસરે જવાનું કહીને નિકળી ગયેલ હતા. ત્યાર પછી થી પા છા ઘરે આવેલ ન હતા. જેતપુરમાં સગુણા કારખાનામાં કામ કરતા હતા.
જયેશે સગુણા કારખાને જઇ બહેન અનિતાબેન બાબતે ત્યાંના શેઠ ચિરાગભાઇ તથા ત્યાં મજુરી કરતા ઉજીયારેલાલને પુછ તા તેઓએ મને વાત કરેલ કે, ગઇ તા.07/01/2026 બુધવારના રોજ આ કારખાનામાં તમારા બહેન તથા તેની સાથે ગજાધર સિંહ ઉર્ફે મામુ પણ આવેલ હતો. જે બંનેને રહેવા માટે કારખાનાના પેલા માળે ઓરડી આપેલ હતી. તેમાં બંને સા થે રહેતા હતા અને કારખાનામાં કામ કરતા હતા.
અમે તેને મામા-મામી તરીકે બોલાવતા હતા. અને ગઇ તા. 10/01/20 262026ના સવારે તમારા બહેન અનિતાબેનને અમે જોયેલ નહિ, જેથી અમે મામા ગજાધર સિંહને પુછેલ કે, મામી ક્યાં ગયા ? તો મામાએ કહેલ કે ક્યાંક ગઇ હશે, મને કાંઇ ખબર નથી. આખો દિવસ મામી જોવા મળેલ નહિ અને ગઇ કાલે સવારના સાડા દસેક વાગ્યા પછી પોલીસ અમારા કારખાનામાં તપાસ કરવા આવેલ અને અનિતાબેનનો ફોટો બતાવતા, અમે ઓળખી ગયેલ અને પછી અનિતાબેનની લાશ જે અમારા કારખાનાની દિવાલ પાછળ ખુલ્લ ઓરડીમાં મળી આવેલ. અનીતાની હત્યા તેની સાથે રહેતા ગજાધર સિંહ ઉર્ફે મામુ કરી હોવાનું ખુલ્યું હતું. અનીતાને આડાસંબંધો હોવાની શંકાએ ગજાધર સિંહ ઉર્ફે મામુએ તેની હત્યા કરી હતી.પોલીસે ગજાધર સિંહ ઉર્ફે મામુની ધરપકડ કરી હતી.
