રાજુલાના જૂની બારપટોળી ગામે ડમ્પરની ઠોકરે આશાસ્પદ છાત્રનું મોત

મૃતક અમદાવાદમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારપટોળીથી કાતર રોડ પર ડમ્ફરની ટક્કરે અમદાવાદમાં અભ્યાસ કરતા 20…

મૃતક અમદાવાદમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો

રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારપટોળીથી કાતર રોડ પર ડમ્ફરની ટક્કરે અમદાવાદમાં અભ્યાસ કરતા 20 વર્ષીય યુવાન ગૌરાંગ મહેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ બની હતી.

ગૌરાંગ મહેશભાઈ તેમના પિતા મહેશભાઈ સાથે મોટરસાયકલ પર પોતાની વાડીએ માનતા કરવા જઈ રહ્યા હતા. ગૌરાંગ પાછળ બેઠા હતા જ્યારે મહેશભાઈ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્ફરે મોટરસાયકલને ટક્કર મારી હતી.

ડમ્ફરની ટક્કરથી મહેશભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. જ્યારે ગૌરાંગભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઈજાગ્રસ્ત મહેશભાઈને તાત્કાલિક રાજુલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૃતક ગૌરાંગ મહેશભાઈ અમદાવાદમાં સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજુલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં ડમ્ફર રાજુલાનું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *