પાણીની મેઇન પાઇપલાઇનના વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવી પાણીચોરી થતી હોવાની મનપાને મળી છે ફરિયાદ
રાજકોટના પોશ અને હાઇફાઇ વિસ્તાર ગણાતી મવડીની ત્રણ સોસાયટી જીવરાજપાર્ક, સંસ્કાર સાનિધ્ય અને સત્યજીત સોપાનમાં પાણીની લાઇનના વાલ્વની ડુપ્લીકેટ ચાવીથી ઇચ્છા પડે ત્યારે લાઇન ખોલીને પાણીચોરી થતી હોવાની બાતમીના આધારે તપાસ કરવામા આવી હતી. જો કે ચેકીંગ વખતે તો રંગેહાથ પકડી શકાયુ ન હતુ. પરંતુ મનપાને પાકાપાયે આ વાત મળી હોવાથી ઉક્ત ત્રણેય સોસાયટીને નોટિસ ફટકારવામા આવી છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીના સમાન અને નિયમિત વિતરણને સુનિશ્ચિત કરવા માટે સતત મોનીટરીંગ અને ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત મવડી વિસ્તારમાં આવેલ કેટલાક હાઇરાઇઝ રહેણાંક બિલ્ડીંગો, સોસાયટીઓની તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી.
એ દરમિયાન એવી માહિતી મળી હતી કે, મવડીમાં આવેલા જીવરાજપાર્ક, સંસ્કાર સાનિધ્ય અને સત્યજીત સોપાનમાં પાણીચોરી કરવામા આવી રહી છે. પાણીની મેઇન પાઇપલાઇનના વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી મન પડે ત્યારે લાઇન ખોલીને પાણીચોરી થતી હોવાની માહિતી મનપાને મળી હતી. જેના પરથી વોટર વકર્સ શાખાની ટીમે ચેકીંગ કર્યુ હતુ. જો કે આ પ્રકારે પાણીચોરી થતી હોવાનું ચેકીંગ વખતે રંગેહાથ પકડી શકાયુ ન હતુ. આમ છતા મનપાએ ઉક્ત ત્રણેય સોસાયટીના એસોસિએશનને નોટિસ ફટકારી છે.
વોર્ડ નં.8, 9, 10 અને 11 પણ મનપાના રડારમાં
નગરસેવકોએ ગત જનરલ બોર્ડમાં કર્યો હતો. જેમા વોટર વકર્સ શાખા ચહેરા પરના મહોરા નીકળી ગયા હતા. એ પછી પાણીચોરી પકડવા માટે મ્યુનિ.કમિશનરે પાણીચોરી પકડવા સઘન ચેકીંગ ડ્રાઇવ ગોઠવી હતી. એ દરમિયાન કેટલિક હાઇરાઇઝ બિલ્ડીંગોની પાણીચોરીના કિસ્સા બહાર આવી ગયા હતા. જો કે મનપાએ આ હકિકત હજુ સુધી તો દબાવી જ રાખી છે પરંતુ આગામી તા.20મીએ મળનાર જનરલ બોર્ડમાં ફરી હાઇરાઇઝ બિલ્ડીંગ દ્વારા થતી પાણીચોરીના મામલે કમિશનર ઉપર તડાપીટ બોલે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. એકવાત એવી પણ બહાર આવી છે કે, વોર્ડ નં.8, 9, 10 અને 11માં આવા શંકાસ્પદ કિસ્સા બહાર આવ્યા છે.
પાણીચોરોને મનપાની કડક ચેતવણી, જરૂર પડ્યે ફોજદારી ગુનો દાખલ કરાશે
મનપાએ કડક ચેતવણી સાથે નાગરિકોને સ્પષ્ટપણે જણાવ્યુ છે કે પીવાના પાણીની લાઇન, વાલ્વ અથવા અન્ય કોઈપણ પાણી પુરવઠા સંબંધિત સાધનો સાથે અનધિકૃત ચેડાં કરવાં, પાણીની ચોરી કરવી અથવા મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં અવરોધ ઊભો કરવો એ ગંભીર અને દંડનીય ગુનો છે. જરૂૂરી પડ્યે તો ફોજદારી ગુનો પણ દાખલ કરવામા આવી શકે છે.
સિસ્ટમમાં પણ સડો, લાઇન વધુ વખત ચાલુ રાખવા વાલ્વમેનનું 5થી 15 હજારનું શેટિંગ!
રાજકોટમાં મનપાએ આપેલા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા વાલ્વમેન ચોક્કસ હાઇરાઇઝ બિલ્ડીંગના એસોસિએશન સાથે રૂૂ.5 હજારથી રૂૂ.15 હજાર સુધીનો ‘વહીવટ’ કરી લાઇન વધુ વખત ચાલુ રાખવા ઉપરાંત બિલ્ડીંગના વોટર કનેકશનમાં પણ નિયમ ભંગ કરીને પાણીચોરી થતી હોવાનો દેકારો નગરસેવકોએ ગત જનરલ બોર્ડમાં કર્યો હતો. જેમા વોટર વકર્સ શાખા ચહેરા પરના મહોરા નીકળી ગયા હતા. એ પછી પાણીચોરી પકડવા માટે મ્યુનિ.કમિશનરે પાણીચોરી પકડવા સઘન ચેકીંગ ડ્રાઇવ ગોઠવી હતી. એ દરમિયાન કેટલિક હાઇરાઇઝ બિલ્ડીંગોની પાણીચોરીના કિસ્સા બહાર આવી ગયા હતા. જો કે મનપાએ આ હકિકત હજુ સુધી તો દબાવી જ રાખી છે પરંતુ આગામી તા.20મીએ મળનાર જનરલ બોર્ડમાં ફરી હાઇરાઇઝ બિલ્ડીંગ દ્વારા થતી પાણીચોરીના મામલે કમિશનર ઉપર તડાપીટ બોલે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. એકવાત એવી પણ બહાર આવી છે કે, વોર્ડ નં.8, 9, 10 અને 11માં આવા શંકાસ્પદ કિસ્સા બહાર આવ્યા છે.
