માથામાં ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા હતા, સારવારમાં દમ તોડયો
શહેરના ભાનુશાલીનગર પાસે સરકારી વસાહત માધવપાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત પીએસઆઈ પ્રદ્યુમનસિંહ જવાનસિંહ જેઠવાનું આજે સેડાતા પાસે અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે મોત નીપજતાં પરિજનો તથા પોલીસબેડામાં શોકની લાગણી વ્યાપી હતી. આ બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર થયેલી વિગતો મુજબ પ્રદ્યુમનસિંહ આજે સાંજે બાઈક લઈને સેડાતા ચંદ્રવિલા પાસેથી પસાર થતા હતા ત્યારે ગાડીવાળાએ ટક્કર મારતાં પ્રદ્યુમનસિંહને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાયા હતા, જ્યાં રાતે સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કરુણ બનાવથી પરિજનો તથા પોલીસબેડામાં ગમગીની છવાઈ હતી.
