કચ્છમાં પીઠી ચોળેલા બે યુવાનોના અકસ્માતમાં મોત

બન્ને યુવાનની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી, એકસાથે જનાજા નીકળતા પરિવાર ગમગીન ભચાઉ તાલુકાના કકરવા ગામે જેમના લગ્ન આઠ દિવસમાં જ લેવાના હતા એવા પીઠી…

બન્ને યુવાનની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી, એકસાથે જનાજા નીકળતા પરિવાર ગમગીન

ભચાઉ તાલુકાના કકરવા ગામે જેમના લગ્ન આઠ દિવસમાં જ લેવાના હતા એવા પીઠી ચોળેલા બે યુવાનો એક જ બાઇક પર પોતાના વાઘા સિવડાવવા ગયા હતા અને વજેપરના માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવાર અને ગામમાં માતમ છવાયો છે.જો કે આ માર્ગ અકસ્માત કઇ રીતે બન્યો એ હજી પણ જાણી શકાયુ નથી.

આ કરૂૂણ ઘટનાની મળેલી વિગતો મુજબ, ભચાઉના કકરવા ગામે રહેતા સમીર અબ્દુલ ખલિફા અને રજાક લતિફ ખલીફા બન્નેના આઠ દિવસમાં લગ્ન થયાના હતા અને બન્ને જણા એક જ બાઇક પર સવાર થઇ પોતાના લગ્નના વાઘા સિવડાવવા ગયા હતા પરંતુ રાપર થી કકરવા પરત ફરી રહ્યા હતા ત્યારે વજેપરની સીમમાં બન્નેને માર્ગ અકસ્માત નડ્યો હતો.

જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા પીઠી ચોળેલા બન્ને લાડાના કરૂૂણ મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી. જે બન્ને વરરાજાની આઠ દશ દિવસ પછી જાન નિકળવાની હતી તે બન્નેના જનાજા એક સાથે નિકળતાં પરિવાર અને ગામના લોકો આઘાતમાં સરી ગયા હતા.

મૃતક યુવાનોના પરિવારોમાં તા.17/4 ના નિકાહના પ્રસંગો હતા તે તા.16/4 ના રાત્રી સુધી સાદગીથી કરી આ બન્ને યુવાનોનો મોતનો મલાજો જાળવ્યો હતો. જો કે આ માર્ગ અકસ્માત કઇ રીતે થયો ? કોઇ વાહન અડફેટે ? કે પછી કોઇ જનાવર વચ્ચે આવી જતા થયો ? એ તપાસનો વિષય છે પણ હાલ પરિવાર અને ગ્રામજનો આઘાતમાં સરી ગયા છે.

કકરવામાં બે જનાજા એક સાથે નિકળ્યા હોય તેવો પ્રથમ બનાવ કકરવા રહેતા જે બન્ને યુવાનોના આઠ દસ દિવસ બાદ લગ્ન લેવાના હતા પરંતુ રાપર થી કકરવા પરત ફરતી વેળાએ બન્ને યુવાનના માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં બન્ને યુવાનોના જનાજા સાથે નિકળ્યા હતા.

ત્યારે ગામ હિબકે ચડ્યું હતું, એક સાથે બે જનાજા નિકળ્યા હોય તેવો ગામમાં આ પ્રથમ બનાવ છે.
મૃતદેહ લઇ જવાની એક સંદૂક બીજા ગામમાંથી મગાવવી પડી માર્ગ અકસ્માતના આ કરૂૂણ બનાવમાં એક સાથે બે યુવકોના મોત થતાં બન્નેના જનાજા એક સાથે નિકળ્યા હતા પણ જે સંદૂકમાં મૃતદેહ રાખી લઇ જવાનો હોય તે ગામમાં એક જ હોતાં આ કરૂૂણ સંજોગોમાં બીજી સંદૂક પડોશી ગામ ખારોઇથી મગાવવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *