વાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેરના ટાઉન હોલ નજીક પાર્ક કરેલ કારમાંથી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ગાંજો, કાર તેમજ બે મોબાઈલ અને…

વાંકાનેરના ટાઉન હોલ નજીક પાર્ક કરેલ કારમાંથી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ગાંજો, કાર તેમજ બે મોબાઈલ અને રોકડ સહીત રૂૂ 10.72 લાખનો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ નારકોટીક્સ માદક પદાર્થનું ગેરકાયદે વેચાણ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર શહેરન પુલ દરવાજા પાસે ટાઉન હોલ પાસે ખુલ્લા પટમાંથી એક અરટીગા કાર જીજે 04 ડીએન 3804 વાળી શંકાસ્પદ લાગતા તલાશી લીધી હતી જે કારમાંથી ગાંજો 7 કિલો 183 ગ્રામ કીમત રૂૂ 59,150 નો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો, કાર કીમત રૂૂ 7 લાખ, બે મોબાઈલ કીમત રૂૂ 10,000 અને રોકડ રૂૂ 3500 મળીને રૂૂ 10,72,650 નો મુદામાલ કબજે લીધો છે.

તેમજ કારમાં સવાર આરોપી લલિત ઉર્ફે લક્કી હેમંત ધામેચા અને વિજય સાગરભાઈ સારલા એમ બે ઇસમોને ઝડપી લઈને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ કલમ 8 (સી) 20 (બી) 29 મુજબ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *