એકે દવા તો બીજાએ એસિડ પી લીધા બાદ સારવારમાં દમ તોડયો
દારૂૂના દૂષણના કારણે અનેક પરિવારોના માળા પીખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ બે બનાવમાં દારૂૂના દૈત્યએ બે યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં અમરેલીમાં અને ટંકારાના ટીમડી ગામે દારૂૂના નશામાં બે યુવાને જ્વલનશીલ પ્રવાહી પી લેતા બંનેના મોત નીપજયા. હતા બંને યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં રહેતા અતુલભાઇ ભીખાભાઈ પાટડીયા નામનો 37 વર્ષનો યુવાન પાંચ દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે દારૂૂના નશામાં એસિડ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં અતુલ પાટડીયા બે ભાઈમાં મોટો અને અપરિણીત હતો અતુલ પાટડીયાએ દારૂૂના નશામાં એસિડ પી લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારાના ટીમડી ગામે ખેત મજુરી અર્થે આવેલા અનંત રાધેશ્યામ ઠાકુર નામનો 25 વર્ષનો શ્રમિક યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પ્રફુલભાઈની વાડીએ હતો ત્યારે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ મોત નિપનતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મધ્યપ્રદેશનો વતની હતો અને ચાર ભાઈ એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો છેલ્લા 15 દિવસથી ટીમડી ગામે ખેત મજૂરી માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
