ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયો

  રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસના કડક ચેકિંગ છતાં કમાઇ લેવાં ઈરાદે બુટલેગરો અને દારૂૂના ધંધાર્થીઓ મેદાનમાં…

 

રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસના કડક ચેકિંગ છતાં કમાઇ લેવાં ઈરાદે બુટલેગરો અને દારૂૂના ધંધાર્થીઓ મેદાનમાં ઉતરી ગયા છે. પોલીસે પણ દારૂૂના ધંધાર્થીઓ ઉપર વોચ ગોઠવી અને તવાઈ બોલાવવાનું શરૂૂ કર્યું છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર ગ્લાસ ફાયબરનાં રો મટિરિયલની આડમાં મૂળ રાજકોટના અને હાલ દમણ રહેતાં નામચીન બુટલેગર યાકુબ મોટાણીએ મોકલાવેલ 7.43 લાખની દારૂૂની 1995 બોટલ ભરેલાં મીની ટ્રકને પી.સી.બી. એ ઝડપી લઇ ચાલકની ધરપકડ કરી દારૂૂ સહિત રૂૂા. 19.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટ એમદાવાદ હાઇવે પર સર્વિસ રોડ ઉપર ગ્લાસ ફાયબરનાં રો મટિરિયલની આડમાં મીનીટ્રકમાં દારૂૂનો મોટો જથ્થો લઈ જતો હોવાની સયુક્ત બાતમી પીસીબીના હેડ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ જાડેજા,વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂૂ, અને યુવરાજસિંહ રાણાને મળેલ હોય જે હકીકત આધારે પીસીબીનાં પી.આઈ એમ.આર.ગોંડલીયા સાથે પી.આઈ એમ.જે.હુણ સહીતની ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે અમદાવાદ થી રાજકોટ તરફ વિંગ્સ એગ્રીકલચરની સામેના ભાગે વોચ ગોઠવી દરોડો પાડી ચોટીલાના ખોરાણા ગામના ખોડા નાથાભાઈ માલકીયા (ઉ.વ.35) ને ઝડપી લીધો હતો.

પીસીબીની ટીમે મીની ટ્રકની તલાસી લેતાં તેમાંથી રૂૂા. 7.43લાખની દારૂૂની 1995 બોટલ મળી આવતાં દારૂૂ ઉપરાંત ફોન અને મીની ટ્રક મળી રૂૂા.19.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીસીબીની તપાસમાં આ દારૂૂનો જથ્થો મૂળ રાજકોટના અને હાલ દમણ રહેતા નામચીન બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણીએ દમણથી મોકલ્યો હતો. જે રાજકોટનાં હમીદ પરમારને આપવાનો હતો. જોકે તે પહેલાં જ પીસીબીની ટીમે દારૂૂનો જથ્થો ઝડપી લઈ ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. બુટલેગર યાકુબ અગાઉ રાજકોટ, સુરતના કામરેજ, વાપી, વલસાડના ભીલાડ અને આણંદનાં વાસદ પોલીસ મથકમાં હત્યા અને દારૂૂ સહિત 21 ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.જ્યારે હમીદ મારામારી, જુગાર, અને રાયોટિંગ સહિતનાં 12ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીના પી.આઈ એમ.આર.ગોંડલીયા સાથે પી.આઈ એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી. ત્રાજીયા સાથે એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્વામી, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *