કોઠારીયા સોલવન્ટ પાસેના નારાયણનગર શેરી નં.3માં રહેતાં અતુલભાઈ ડાભીના બંધ મકાનમાંથી રૂા. 1.14 લાખની મત્તાની ચોરી થઈ હતી.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે સીસીટીવી કેમેરાના આધારે આ ચોરીમાં સંડોવાયેલા બે તસ્કરો કોઠારીયા સોલવન્ટ શિતળાધાર 25 વારીયામાં રહેતા નિલેશ ગોપાલ વાઘેલા (ઉ.વ.રર) અને ભરત પોપટ પરમાર (ઉ.વ.23)ને શાસ્ત્રીમેદાન પાસેથી ઝડપી લીધા હતા. આ બંને તસ્કરો પાસેથી ક્રાઈમ બ્રાંચે ચોરીનો તમામ એટલે કે રૂૂા.2.54 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી નિલેશ સામે લુંટ, ચૌરી મારામારી સહિતના ચાર જયારે આરોપી ભરત સામે ચોરી, પ્રોહિબિશનુ, લુંટ, મારામારી સહિતના સાત ગુના નોંધાયેલા છે. બંને આરોપીઓ નારાયણનગર માંથી પસાર થતાં બંધ મકાન જોઈ ચોરી કરી લીધી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધીક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.એલ.ડામોર, પી.આઈ સી.એચ.જાદવ સાથે ટીમના પી.એસ.આઈ એ.એન.પરમાર, પી.એસ.આઈ વી.ડી.ડોડીયા, પી.એસ.આઈ એસ.વી.ચુડાસમા અમીતભાઈ અગ્રાવત, વિજયભાઈ સોઢા, સંજયભાઈ દાફડા, અર્જુનભાઈ ડવ, રાજેશભાઈ જળુ, દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, જયરાજભાઈ કોટીલા, પ્રદીપસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ, ક્રિપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ, પ્રશાંતભાઈ ચુડાસમા, વિશાલભાઈ દવે, સંજયભાઈ અલગોતર, અનુજભાઈ ડાંગર, મયુરધ્વજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
