એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા લીનાબેન બલદેવભાઈ ચાવડા(ઉ. 35) અને તેમના પતિને ઘર પાસે કચરો નાખવા મામલે તેમના પાડોશી જમનાબેન,ગૌતમભાઈ,ધર્મેન્દ્રભાઈ અને ગૌતમભાઈના નાનાભાઈએ મારમારતા તમામ સામે ફરિયાદ નોંધાઈ છે. લીનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ બપોરના જમી કરીને વાસણ ઉટકવા માટે ઘરની ચોકડીમાં જતા મેં નીચેના ભાગે જોતા ઘરની બાજુમાં કચરો પડેલ હોય જેથી મારી બાજુમાં રહેતા જમનાબેન કચરો વાળતા હોય મેં જમનાબેન ને કહેલ કે તમારો કચરો કચરાપેટીમાં નાખી દો વરસાદના કારણે મારા ઘર પાસે કચરો આવે છે.
જેથી આ જમનાબેન એ મને કહેલ કે કચરો નથી ભરવો જેથી મારા પતિ ઘરમાંથી બહાર આવી મને ઘરની અંદર જતા રહેવાનું કહેલ જેથી હું ડેલી પાસે ઉભી રહી ગયેલ અને મારા પતિ આ જમનાબેનના સગા ધર્મના ભાઈ ભવાનભાઈ ને સમજાવતા હતા ત્યારે જમનાબેનના દેર કે જેનું નામ મને આવડતું નથી તે પાછળથી એક લોખંડનું એંગલ લઈ આવી મારા પતિને ખંભાના ભાગે મારેલ જેથી મારા પતિ નીચે પડી જતા આ જમનાબેન તથા જમનાબેન ના પતિ ગૌતમ મકવાણા મારા પતિને ઢીકાપાટાનો માર મારવા લાગ્યા હતા.
બાદમાં પતિને જ છોડાવવા જતા આ ગૌતમભાઈ તથા જમનાબેન મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને થોડીવારમાં આજુબાજુના માણસો ભેગા થતા ધર્મેન્દ્રભાઈએ એક લોખંડનો એંગલ લઈ આવી મને માથાના તથા મોઢા ના ભાગે તથા હાથમાં તથા પગના ભાગે માર મારમાર્યો હતો અને આ બધા માર મારી ભાગી ગયા હતા અને મને ચક્કર આવતા હોય જેથી પતિએ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.આ મામલે માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
