લીલિયાના ગુંદરણમાં તુફાનમાં સુતેલા બે શ્રમિકોને જીવતા સળગાવી માર્યા

જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં ભયાનક ઘટના ઘટી છે. ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર તુફાન વાહનમાં આગ લાગવાથી બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વાહન સંપૂર્ણપણે બળેલી…

જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં ભયાનક ઘટના ઘટી છે. ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર તુફાન વાહનમાં આગ લાગવાથી બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વાહન સંપૂર્ણપણે બળેલી હાલતમાં મળી આવ્યું હતું અને અંદરથી બે વ્યક્તિના મળતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, બંને શ્રમિકો વાહનમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બહારથી આગ લગાવી હોવાની આશંકા છે. મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર 16 વર્ષ) અને નીતિન રામસીંગ પચાયા (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં લીલીયા પોલીસ, DYSP અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂૂ કરી છે. આ સાથે જ બે લોકોની ધરપકડ કરાઇ છે.

ગુંદરણ ગામની સીમમાં બળેલી હાલતમાં મળી તુફાન ગાડી – મળતી માહિતી મુજબ, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક પેસેન્જર તુફાન વાહન આગ લાગેલી હાલતમાં મળી આવ્યું હતું. વાહનની અંદર તપાસ કરતાં બે વ્યક્તિના મળતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે, બંને શ્રમિકો રાત્રિના સમયે વાહનમાં સૂતા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ વાહનને બહારથી આગ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશના બે શ્રમિકોનાં મોત – આ ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં રવિ કમલેશભાઈ બધેલ (16) અને નીતિન રામસીંગ પચાયા (21)નો સમાવેશ થાય છે. બંને મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે અને અમરેલી પંથકમાં મજૂરીકામ કરતા હતા. વાહનમાં લાગેલી આગમાં બંનેનાં મોત નીપજ્યાં હતાં.

DYSP અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી – ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP વિસ્મય માનસેતા સહિત લીલીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમે પણ સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને જરૂૂરી નમૂનાઓ એકત્ર કરવાની કામગીરી કરી હતી. વાહનમાં આગ કયા સંજોગોમાં લાગી અને તેમાં કોઈએ જાણીજોઈને આગ લગાવી હતી કે કેમ તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અત્યંત ચોંકાવનારી ઘટનાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. લીલીયામાં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે માત્ર 60 હજાર રૂૂપિયાના સામાન્ય વાહન વિવાદ બાબતે બે નિર્દોષ શ્રમજીવીઓની ખૂબ જ ઘાતકી અને નૃશંસ હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી એવા વિનેશ અને રાજુ નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અને મૃતકો વચ્ચે વાહનની લેવડદેવડ અને બાકી રહેતા 60 હજાર રૂૂપિયા બાબતે કોઈ બાબતે તકરાર ચાલી રહી હતી. આ અદાવતમાં આરોપીઓએ નિર્દય બનીને ’તુફાન’ પેસેન્જર વાહનને આગ ચાંપી દીધી હતી. દુર્ભાગ્યની વાત એ છે કે જે સમયે વાહનને આગ લગાવવામાં આવી ત્યારે તેમાં 16 વર્ષીય રવિ અને 21 વર્ષીય નીતિન નામના બે યુવાન શ્રમજીવીઓ ઘસઘસાટ સૂઈ રહ્યા હતા. આગ અચાનક અને વિકરાળ સ્વરૂૂપમાં ફેલાઈ જવાથી બંને યુવકોને બહાર નીકળવાની તક સુદ્ધાં મળી ન હતી, પરિણામે વાહનની અંદર જ તેઓ જીવતા ભડથું થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *