ઉનાના ગરાળ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે ડોક્ટર ઝડપાયા

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર વિના એલોપેથીક દવાઓ આપી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો સામે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG દ્વારા કાર્યવાહી…

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર વિના એલોપેથીક દવાઓ આપી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરો સામે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.વણારકા PSI એસ.જે. સોલંકી સહિતનો સ્ટાફ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે મેડિકલ ઓફિસર તેમની ટીમને સાથે રાખી ઉનાના ગરાળ ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન બે વ્યક્તિઓ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના મેડિકલ સાધનો રાખી લોકોને એલોપેથીક દવાઓ આપતા તેમજ સારવાર કરતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતી સાધનસામગ્રીના કુલ 17 આર્ટિકલ, અંદાજિત કિંમત રૂૂ.3,764નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે રાજેશભાઈ લીલાધરભાઈ બગથરીયા રહે. ગરાળ ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા રહે.ગરાળવિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં અલગઅલગ કુલ બે ગુના નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી માન્ય તબીબી લાયકાત વિના દવાખાના ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો દ્વારા એલોપેથીક દવાઓ અને સારવાર આપવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે ગીર સોમનાથ SOGની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. SOG ઇન્ચાર્જ PI એમ.કે. વણારકા, PSI એસ.જે. સોલંકી, ASI દેવદાનભાઈ માણંદભાઈ, સરમણભાઈ ભોપાભાઈ, પ્રતાપભાઈ ગોહિલ, HC રાજુભાઈ બાલુભાઈ, વિપુલભાઈ અમૃતભાઈ, અરજણભાઈ મેસુરભાઈ, PC કૈલાસસિંહ જેસાભાઈ, સુભાષભાઈ માંડાભાઈ તથા ઉના મેડિકલ ઓફિસર અને તેમની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *