ખંભાળિયામાં ટ્રાફિક દંડના નામે તોડ કરતો નકલી પોલીસમેન ઝબ્બે

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક યુવાન ગત તા. 2 ના રોજ ડબલ સવારી મોટરસાયકલમાં બેસીને ખંભાળિયાથી સલાયા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ખંભાળિયા નજીકના…

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક યુવાન ગત તા. 2 ના રોજ ડબલ સવારી મોટરસાયકલમાં બેસીને ખંભાળિયાથી સલાયા જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં ખંભાળિયા નજીકના ઓવર બ્રિજ પાસે એક સ્કૂટર લઈને સાદા કપડામાં ઉભેલા એક શખ્સએ પોતે ટ્રાફિક પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને આ બાઈક સવાર ઉપર કાયદેસર કેસ થવા બાબતનો તેમજ રૂૂ. 5,000 નો દંડ થવાનો ભય બતાવીને રૂૂ. 500 ની રકમ મેળવી લીધી.

આ પછી ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયેલી ધોરણસર ફરિયાદને અનુલક્ષીને અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એ.એસ.પી. પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ અહીંના પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

જે અંતર્ગત સર્વેલન્સ વિભાગના ઈન્ચાર્જ પી.એસ.આઈ. જે.ટી. ચાવડા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા એવા ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના રહીશ શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ. 28) નામના શખ્સને ખંભાળિયા દ્વારકા હાઈવે માર્ગ પરના કુવાડીયા ગામના પાટીયા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા તેણે ઉપરોક્ત બનાવની કબુલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *