શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર

શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…

શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ લુંટારૂને પકડવા માટે પોલીસની 15 જેટલી ટીમ વિવિધ દિશામાં કામ કરી રહી છે. આ લુંટમાં કોઇ જાણભેદુએ ટીપ આપ્યાની પણ શંકા છે.

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બનેલી કરોડો રૂૂપિયાની સનસનાટીભર્યા લૂંટની ઘટનામાં પોલીસ તપાસ વેગવંતી બની છે. શાપરમાં દરબારગઢમાં રહેતા વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં બંધક બનાવીને તસ્કરોએ લૂંટ ચલાવી હતી. આ હાઈપ્રોફાઈલ લૂંટ કેસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેણે સમગ્ર પોલીસ બેડાને દોડતું કરી દીધું છે.

પોલીસની પ્રાથમિક તપાસ અને આસપાસના સીસીટીવી ફૂટેજના વિશ્ર્લેષણ બાદ મોટો ધડાકો થયો છે કે, લૂંટ ચલાવનાર આરોપીઓ પાંચ નહીં પરંતુ કુલ 6 જણા હતા. આ લૂંટારૂૂઓ ગુનાને અંજામ આપ્યા બાદ બે બાઇક પર સવાર થઈને નાસી છૂટ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂૂઓ બાઇક પર એક મોટી અને શંકાસ્પદ સૂટકેસ લઈને ભાગતા સ્પષ્ટપણે કેદ થયા છે. આ ટોળકી શાપરથી ભાગીને રાજકોટની ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી બાઇક પર સવાર થઈને આવી હોવાના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

કરોડોની લૂંટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ 15 થી વધુ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો હાલમાં ટેકનિકલ સોર્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને રૂૂટના સીસીટીવીના આધારે આરોપીઓનું પગેરું દબાવી રહી છે.વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને હથિયારના જોરે ડરાવી, બંધક બનાવીને આચરવામાં આવેલી આ લૂંટ આયોજનબદ્ધ હોવાનું પોલીસ માની રહી છે. કોઈ ભેદુ અથવા કોઈ નજીકના જાણકારે લૂંટારૂૂઓને ટીપ આપી હોવાની શંકાના આધારે પણ પોલીસે પૂછપરછ શરૂૂ કરી છે. ગોંડલ ચોકડીથી લૂંટારૂૂઓ અન્ય કોઈ વાહનમાં બેસીને અન્ય જિલ્લા કે રાજ્ય બહાર ભાગી ગયા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ ગેંગને ઝડપી લેવામાં આવશે તેવો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *