આંતરરાષ્ટ્રીય
‘ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે લગ્ન કર્યા…’ પાકિસ્તાની મુસ્લિમ યુવતીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ પાકિસ્તાન તરફથી એક રસપ્રદ અને વિચિત્ર દાવો સામે આવ્યો છે. પાકિસ્તાનની એક યુવતીએ એક વીડિયોમાં દાવો કર્યો છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવતીએ આગ્રહ કર્યો છે કે ટ્રમ્પ તેના પિતા છે અને કોઈને તેના પર શંકા ન કરવી જોઈએ.
વીડિયોમાં યુવતીએ પોતાની જાતને મુસ્લિમ ગણાવી છે અને કહ્યું છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પની “સાચી બાળકી” છે. તેણે પાકિસ્તાની મીડિયાની સામે આ વાત કહી છે, જોકે અત્યાર સુધી આ વીડિયોની સત્યતા કે યુવતીની માનસિક સ્થિતિ વિશે કોઈ માહિતી મળી નથી. યુવતીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે જ્યારે બ્રિટિશ લોકો પાકિસ્તાન આવે છે અને તેને જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.
તેણે કહ્યું કે ટ્રમ્પ હંમેશા તેની માતાને કહેતા હતા કે તે તેની પુત્રીની સારી સંભાળ રાખી શકતી નથી. વીડિયોને X પર @pakistan_untold દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 75 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસને હરાવીને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પ અગાઉ 2016માં તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2020ની ચૂંટણીમાં તેમને જો બિડેનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનીને ચૂંટણી જીત્યા હતા.
ટ્રમ્પ હવે અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમણે સતત બે ટર્મ સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. આ પહેલા ગ્રોવર ક્લીવલેન્ડ 1884 અને 1892માં આ રીતે બે વખત રાષ્ટ્રપતિ પદ સંભાળી ચૂક્યા છે. ટ્રમ્પની આ જીત અમેરિકન લોકો માટે ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે તેમણે અમેરિકનો માટે સારા ભવિષ્યનું વચન આપ્યું છે.
આંતરરાષ્ટ્રીય
સ્પેનીશ પૂરના કારણે યુરોપમાં વ્યાપક ખાનાખરાબી
સ્પેનિશ પૂરના કારણે યુરોપમાં 1967 બાદની સૌથી વિનાશક અસરો જોવા મળી છે. શેરીઓ અને ઈમારતમાં પ્રથમ માળ સુધી કાદવ-કિચડ ભરાઈ ગયા છે. અનેક કાર કાટમાળમાં ફેરવાય ગઇ છે. તસવીરોમાં ભંગાર જેવી હાલતમાં ખડકાયેલી કારોની ઢગલા, બચાવ કામગીરીના ભાવુક દૃશ્યો, ભારે વરસાદના કારણે નુક્સાન પામેલી ઈમારતો અને રસ્તાઓ તથા પૂરે સર્જેલી વ્યાપક ખાનાખરાબી નજરે પડે છે.
આંતરરાષ્ટ્રીય
ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ભારતે બહુ હરખાવાની જરૂર નથી
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જોરદાર જીત મેળવીને પ્રમુખપદ પર ફરી કબજો કર્યો છે. ભારતીય મૂળનાં કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપશે એવું મનાતું હતું પણ કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પ સામે નબળાં સાબિત થયાં છે. ટ્રમ્પ જીત્યા એટલે તેમના રનિંગ મેટ એટલે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ પણ જીતી ગયા છે તેથી ડોનલ્ડ ટ્રમ્પ અને જે.ડી. વેન્સની જોડી હવે પછી અમેરિકામાં ચાર વર્ષ સુધી શાસન કરશે એ નક્કી છે.
ભારતીય મીડિયાએ ડોનલ્ડ ટ્રમ્પની જીતને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રની જીત ગણાવી છે. પણ ડોનલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે વાપસી ભારત માટે બહુ સારા સમાચાર નથી. તેનું કારણ એ કે, ડોનલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીના મિત્ર હોઈ શકે છે પણ ભારતના મિત્ર નથી.ભારતમાં મીડિયાનો એક વર્ગ ટ્રમ્પનું આગમન ભારત માટે ફાયદાકારક સાબિત થશે એવું કહી રહ્યો છે. તેમની દલીલ છે કે, ડોનલ્ડ ડ્રમ્પના પહેલા કાર્યકાળમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્રમ્પ સાથે સારા સંબંધો રહ્યા છે. વડા પ્રધાન મોદી ને ટ્રમ્પ જેટલી પણ વખત મળ્યા છે એટલી વખત ખૂબ ઉત્સાહથી મળ્યા છે અને ટ્રમ્પ અનેક વખત વડા પ્રધાન મોદીના વખાણ પણ કરી ચૂક્યા છે. ટ્રમ્પ મોદીને પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે તેથી ટ્રમ્પ ફરી પ્રમુખ બનતાં જ ભારતની આઈટી કંપનીઓ માટે રસ્તા ખૂલવાની સંભાવના છે.
જે લોકો આવી વાતો કરી રહ્યા છે એ લોકો કદાચ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં શું કરેલું તેની વાતો જાણીજોઈને ગૂપચાવી રહ્યા છે અથવા તો એટલા અજ્ઞાની છે ડોનલ્ડ ટ્રમ્પે 2016થી 2020 દરમિયાન પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં ભારતને કનડવામાં કોઈ કસર છોડી નહોતી. ટ્રમ્પે એચવન-બી વિઝા પર કાપ મૂકીને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં પ્રવેશની તકો ઓછી કરી નાખેલી. આ ઉપરાંત આઈટી પ્રોફેશનલ્સને અપાતા મિનિમમ વેજ એટલે કે લઘુતમ પગારની મર્યાદામાં વધારો કરીને પણ ભારતીય કંપનીઓને ફટકો માર્યો હતો. ટ્રમ્પે ભારતને સૌથી મોટો ફટકો ભારતને જનરલાઈઝ્ડ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર મૂકીને માર્યો હતો. ભારત જીપીએસમાં હતું ત્યાં સુધી તેના માલ પર અમેરિકામાં કસ્ટમ્સ ડ્યૂટી નહોતી લાગતી પણ જીપીએસમાંથી બહાર કરાયું તેના કારણે ભારતીય ઉત્પાદનો પર કસ્ટમ્સ ડ્યૂટી લાગવા માંડી. ભારતનો માલ મોંઘો થઈ જતાં નિકાસ બંધ થઈ ગયેલી.
ટ્રમ્પના પગલાને કારણે ભારતને વરસે 50 અબજ ડોલરનો ફટકો પડી ગયેલો. ટ્રમ્પે આ બધું કર્યું ત્યારે પણ એ ભારતના મિત્ર હતા જ ને મોદીનાં વખાણ કરતા જ હતા છતાં ટ્રમ્પે ભારત વિરોધી પગલાં ભરેલાં.નરેન્દ્ર મોદીએ 2020માં ટ્રમ્પ ફરી અમેરિકાના પ્રમુખ બને એ માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. મોદીએ 2020ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પને ફરી જીતાડવા ખુલ્લેઆમ પ્રચાર કરેલો. 2019માં મોદી અમેરિકા ગયા ત્યારે અમેરિકામાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો. એ વખતે હ્યુસ્ટનમાં ભારતીય અમેરિકનોએ મોદીના અભિવાદન માટે યોજેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા હતા.
ડોનલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભા જેવા કાર્યક્રમમાં ટ્રમ્પે મોદીને માંડ દસેક મિનિટ બોલવા દીધા હતા અને પોતાનો ચૂંટણી પ્રચાર કરતા હોય એ રીતે ભાષણબાજી કરીને ભરપૂર પ્રચાર કર્યો હતો. મોદીએ પણ ટ્રમ્પને મત આપવા અપીલ કરી હતી. પણ સાવ નગુણા ટ્રમ્પે 2024માં ફરી ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પ અમેરિકા ફસ્ટની નીતિમાં માને છે તેથી અમેરિકાની નોકરીઓ પર અને સંશાધનો પર અમેરિકનોનો પહેલો અધિકાર છે એવું માને છે. ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયામાં સૌથી મોટી તાકાત બનાવવાનાં સપનાં જુએ છે.
ભારત આ મહત્ત્વાકાંક્ષા આડે મોટો અવરોધ છે કેમ કે ભારત હવે પોતે મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાનાં હિતોનો ટકરાવ થશે એ નક્કી છે ને ટ્રમ્પની માનસિકતા પોતાને માફક ના આવે એવું કશું સહન કરવાની નથી. ટ્રમ્પની માનસિકતા જોતાં ભારતે ટ્રમ્પ પાસેથી બહુ આશા રાખવા જેવી નથી. ટ્રમ્પ ભારતને ફાયદો કરાવે એવું કશું ન કરે પણ ભારતને નુકસાન થાય એવું કંઈ ના કરે તો પણ બહુ છે.
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની જીતનો આફ્ટરશોક: શેરબજાર ઊંધા માથે પટકાયું
સેન્સેક્સમાં 900 અને નિફ્ટીમાં 300 અંકથી વધુનું ગાબડું
ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડ્રોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટણી જીતતા ભારતીય શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ આજે રોકાણકારોને કળવળતા સેન્સેક્સમાં ફરી મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્ર્વિક રોકાણકારોએ અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય પહેલા સાવચેતી ભર્યુ વલણ અપનાવતા આજે મોટાપાયે શેરબજાર પટકાયુ હતું અને ગઈકાલનો સુધારો ધોવાઈ ગયો હતો.
ગઈકાલે 80,378ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 195 પોઈન્ટ વધીને 80,563 પર ખુલ્યો હતો. પરંતુ ભારે વહેચવાલીથી થોડી મીનીટોમાં જ સેન્સેક્સમાં ઉંચા મથાળેથી 1144 પોઈન્ટનું ગાબડુ પડી જતાં સેન્સેક્સ ફરી 80 હજારની સપાટી તોડીને 79,419ના તળિયે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે 24,484ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 24,489 પર ખુલી હતી. અને નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળતા નિફ્ટી આજે 303 પોઈન્ટ તુટીને 24,181 સુધી ટ્રેડ થઈ હતી.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય