ચોટીલા પાસેથી રૂા.1.28 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

કપાસિયાની બોરીની આડમાં છુપાવી 10740 બોટલ વિદેશી દારુ ભાણવડના રાણપર ગામે પહોંચે તે પહેલા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા…

કપાસિયાની બોરીની આડમાં છુપાવી 10740 બોટલ વિદેશી દારુ ભાણવડના રાણપર ગામે પહોંચે તે પહેલા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી

રાજકોટ રેન્જ આઈજીની ટીમે ચોટીલા પાસે એક ટ્રકમાંથી કપાસિયાની બોરીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂૂ.1.28 કરોડની કુલ 10,740 નંગ દારૂૂની બોટલો અને ટ્રક સહિત કુલ રૂૂ.1.46 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂૂનો જથ્થો ભાણવડના રાણપરના બુટલેગરે મગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માતાવરણમાં સંપન્ન થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસાય તે હેતુથી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમના કમલેશભાઇ રબારી, સંદિપસિંહ ઝાલા સહિતના કર્મચારીઓને સચોટ બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રક નં. જીજે -10-ટીટી-6183માં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂૂ ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો છે.

આ હકીકતના આધારે પોલીસે રાજકોટ-ચોટીલા હાઈવે પર જાનીવડલા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક ત્યાંથી પસાર થતા જ તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ઉપરના ભાગે કપાસિયાની બોરીઓ ભરેલી હતી, પરંતુ તેની નીચે છુપાવેલી રૂૂ.1.28 કરોડની કુલ 10,740 બોટલો મળી આવી હતી. દારૂૂ સહીત કુલ રૂૂ.1.46 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવર દેવભૂમિ દ્વારકાના ભાણવડના સાહીદ જુસબભાઇ હિંગોરા ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂૂનો જથ્થો ભાણવડના રાણપરના બુટલેગર ચનાભાઇ દેવાભાઇ રબારી નો હતો.

પોલીસે દારૂૂ મંગાવનાર અને મોકલનાર તમામ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. ટીમ વર્ક : આ કામગીરીમાં રેન્જ આઈજીની ટીમેના પી.આઈ આર.એચ.બાર, પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઈ. સંદિપસિહ ઝાલા, કાસમભાઈ બ્લોચ તથા કમલેશભાઈ રબારી , મિતેષભાઈ પટેલ , દિનેશભાઈ ગઢવી , એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ તથા એ.એસ.આઈ. કુલદિપસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ રાઠોડ, ફતેસંગ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *