હળવદ હાઇવે પર દારૂની મહેફીલ માણતા ‘આપ’ના બે નેતા ઝડપાયા

ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી જિલ્લાના હળવદ હાઈવે પરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હળવદ પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન રોડની સાઈડમાં…

ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી જિલ્લાના હળવદ હાઈવે પરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હળવદ પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન રોડની સાઈડમાં કાર ઉભી રાખી જાહેરમાં દારૂૂની મહેફિલ માણી રહેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને શખ્સો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સક્રિય નેતાઓ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને ચર્ચાઓનો દોર શરૂૂ થયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલા શખ્સોમાં મોરબી જિલ્લા પંચાયતની ચરાડવા બેઠકના પ્રભારી હિતેશભાઈ વરમોરા અને દિલ્હીના આપ નેતા વિકાસકુમાર વિજયકુમારનો સમાવેશ થાય છે. હળવદ હાઈવે પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી કારની તપાસ કરતા બંને નેતાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી દારૂૂની બોટલો, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂૂ. 3.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં આબકારી કાયદા (પ્રોહિબિશન એક્ટ) હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ જ દારૂૂના નશામાં ઝડપાતા પક્ષની છબી ખરડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારે નશો કરવો તે જોખમી સાબિત થઈ શકે તેમ હતું, તેથી તુરંત જ કાર્યવાહી કરીને બંનેની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં આ બંને નેતાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવાની તજવીજ ચાલી રહી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો દ્વારા આકરા પ્રતિભાવો જોવા મળી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *