નોનવેજના ધંધાર્થીઓ અને રૂપજીવીનીઓના ત્રાસ સામે વેપારીઓનો પોકાર

એ ડિવિઝન દ્વારા વિસ્તારમાં વેપારીઓ અને નાગરિકોની સમસ્યા નિવારવા યોજાયો લોકદરબાર ટ્રાફિકની સમસ્યા, વાહન ચોરીના બનાવો અને અસામાજિક તત્ત્વોની હેરાનગતિથી છુટકારો અપાવવા રજૂઆત નાગરીકોના પ્રશ્ર્નોનુ…

એ ડિવિઝન દ્વારા વિસ્તારમાં વેપારીઓ અને નાગરિકોની સમસ્યા નિવારવા યોજાયો લોકદરબાર

ટ્રાફિકની સમસ્યા, વાહન ચોરીના બનાવો અને અસામાજિક તત્ત્વોની હેરાનગતિથી છુટકારો અપાવવા રજૂઆત

નાગરીકોના પ્રશ્ર્નોનુ સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમા મદદરૂપ થઇ શકાય તે માટે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી દ્વારા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તારમા રહેતા નાગરીકો અને વેપારીઓ સાથે 3 વાત તમારી અને 3 વાત અમારી અનવ્યે ચર્ચા કરી મિટીંગ કરવામા આવે છે. ત્યારે રાજકોટ શહેરની મધ્યમા આવેલા એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા નાગરીકો પોતાની સમસ્યાઓ લઇ પોલીસ મથક સુધી પહોંચી શકતા ન હોય જેથી ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસના પીઆઇ આર. જી. બારોટ દ્વારા વેપારીઓ તેમજ વિસ્તારમા રહેતા નાગરીકો અને સામાજીક અગ્રણીઓ સહીત 1પ0 જેટલા લોકો સાથે એક લોક દરબાર યોજવામા આવ્યો હતો.
આ લોક દરબારમા ભાજપના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, વોર્ડ નં 7 ના કોર્પોરેટર દેવાંગ માંકડ, કોર્પોરેટર નેહલ શુકલ અને વોર્ડ નં 3 ના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજીયા ઉપસ્થીત રહયા હતા. 3 વાત તમારી, 3 વાત અમારી કાર્યક્રમમા વેપારીઓ દ્વારા રજુઆત કરવામા આવી હતી જેમા વેપારી એસો.ના પ્રમુખ વિપુલભાઇ અનડકટે તેઓનો પ્રશ્ર્ન જણાવતા કહયુ હતુ કે લાખાજીરાજ રોડ પર ધર્મેન્દ્ર રોડ પર આવેલી દુકાનોની સામે રોડ પર થ્રી વ્હીલ તેમજ ફોર વ્હીલ ગાડીઓ પાર્ક થવાના લીધે ટ્રાફીકની સમસ્યા ઉદઘવે છે.

તેમજ દુકાનોની સામે ફેરીયાઓ આવીને બેસી જતા હોય છે. તેમજ રવિવારના દિવસે બજારમા મોટી સંખ્યામા લોકોની ભીડ થવાને કારણે ચોરીના બનાવો તેમજ ટ્રાફીકની સમસ્યાઓ વધી રહી છે. માટે પોલીસ સ્ટાફના માણસોનો યોગ્ય બંદોબસ્ત રાખવા તેમજ ડીસીપી ટ્રાફીક પુજા યાદવ તેમજ મનપાના સ્ટાફ સાથે સંકલન કરી નિરાકરણ કરવુ.

તેમજ મૌલીકભાઇએ કહયુ હતુ કે ફેરીયાઓ માટે હોકર્સ ઝોન બનાવવામા આવે તેમજ લાખાજીરાજના પુતળા પાસે ઘણી વખત રૂપલલનાઓ દ્વારા બિભત્સ ઇશારા કરી હેરાનગતી કરવામા આવે છે. જે સમસ્યાનુ નિરાકરણ કરવામા આવે. તેમજ વિનુભાઇ, રાજુભાઇ ત્રિવેદી અને પ્રદીપભાઇ દ્વારા જણાવ્યુ હતુ કે કોઠારીયા નાકા ચોકી વિસ્તારમા નોનવેઝની દુકાનો દ્વારા વેસ્ટ થયેલો કચરો નાખી જાહેરમા ગંદકી ફેલાવે છે. ગોંડલ રોડ પર ટાયરવાળાની દુકાનો દ્વારા રોડ પર કાર પાર્ક કરતા ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. તેમજ વિસ્તારમા અસામાજીક તત્વોની ઉઠક બેઠક હોય અને ટુ વ્હીલ તેમજ રીક્ષા તેમજ વાહન ચેકીંગ કરવામા આવે તેવુ જણાવ્યુ હતુ.

જેથી ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાએ એ ડીવીઝનને સાંજના સમયે સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને ભુપેન્દ્ર રોડ તેમજ ગોંડલ રોડ પર ફુટ પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગ કરી અને ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે જણાવ્યુ હતુ. તેની સામે પોલીસ દ્વારા વેપારીઓ તેમજ નાગરીકોને પોતાની ત્રણ વાત જણાવી હતી કે ડીઝીટલ અરેસ્ટ બાબતે સતર્ક રહેવુ. અજાણ્યા નંબરના કોલ કે મેસેજના જવાબ આપવા નહીં અને સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 પર સંપર્ક કરવો. વાહનોને લોક રાખવુ. તેમજ સોની બજારમા આવેલ બંગાળી કારીગરોની ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી. તેમજ અન્ય કોઇ સમસ્યા હોય તો એ ડીવીઝન પોલીસ મથકના મોબાઇલ નં 63596 27436 પર જાણ કરવા જણાવ્યુ હતુ.

લોન મેળામાં 1પ લોકોએ લાભ મેળવી 18 લાખની લોન મેળવી

હાલ પ્રજાજનોને વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર. જી. બારોટની રાહબરીમા એક લોન મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ આયોજનમા અલગ અલગ બેંક દ્વારા નજીવા દરે તેમજ પ્રધાનમંત્રી સ્વનીધી યોજના દ્વારા નાના વેપારી તેમજ ફેરીયાઓને જરૂરીયાત મુજબની લોન અપાવી લોન મેળાનુ આયોજન કર્યુ હતુ. આ લોનમેળામા પ0 થી વધારે લોકો હાજર રહયા હતા જેમા 1પ લાભાર્થીઓની 18 લાખની અલગ અલગ લોન મંજુર કરવા કાર્યવાહી કરવામા આવી હતી.

તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં 8 મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા

એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત સરકારના કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા પોલીસ દ્વારા પ્રજાજનોને પોતાનુ ગુમ થયેલુ કે ચોરાયેલો મુદામાલ પરત સોપવામા આવે છે. ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ, પીએસઆઇ વડનગરા અને એએસઆઇ એમ. વી. લુવા દ્વારા મોબાઇલ ફોનની ફરીયાદ પરથી રૂ. ર.40 લાખના 8 ચોરાયેલા / ગુમ થયેલા મોબાઇલ શોધી મુળ માલીકને પરત કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *