એડવોકેટ વેલ્ફેર ફંડ માટે 5 કરોડ અને બારના ડિજિટલાઇઝેશન માટે 1.75 કરોડની જોગવાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાતના નાણામંત્રી દ્વારા રાજ્યના સવા લાખથી વધુ વકીલોના હિતમાં ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે.…

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાતના નાણામંત્રી દ્વારા રાજ્યના સવા લાખથી વધુ વકીલોના હિતમાં ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડ અને બાર એસોસિએશનોના આધુનિકીકરણ , ડિજિટલાઇઝેશન માટે અંદાજે ₹1,75 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે પટેલ ની રજૂઆત ગ્રાહ્ય રાખીને સરકારે આ ગ્રાન્ટ મંજૂર કરી છે. આ પહેલ અંતર્ગત ગુજરાતની તમામ 280થી વધુ બાર એસોસિએશનોને ટેકનોલોજીકલ રીતે સજ્જ કરવામાં આવશે.આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ બેક ઓફિસ સોફ્ટવેર તમામ 280+ બાર એસોસિએશનોને હાઇ-લેવલ સોફ્ટવેર આપવામાં આવશે, જેનાથી મેમ્બર મેનેજમેન્ટ વધુ સુરક્ષિત અને સરળ બનશે.

સમર્પિત મોબાઈલ એપ દરેક એડવોકેટ સભ્ય માટે અલગ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવાશે, જેમાં 100થી વધુ પ્રોએક્ટિવ સુવિધાઓ જેવી કે કેસ મેનેજમેન્ટ, ક્લાયન્ટ મેનેજમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટની સગવડ હશે. અઈં ટેકનોલોજીનો ઉપયોગ વકીલોની કામગીરીને વેગ આપવા માટે LegalGPT, AI  ડ્રાફ્ટિંગ, AI  આધારિત કેસ સમરી અને ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન જેવી અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.ડિજિટલ કનેક્ટિવિટી દરેક બાર એસોસિએશનને પોતાની સત્તાવાર વેબસાઇટ મળશે અને સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન માટે ખાસ ઈ-વિડિયો ચેનલ પણ શરૂૂ કરવામાં આવશે.

BJP લીગલ સેલના ક્ધવીનર જે. જે. પટેલે જણાવ્યું છે કે, “આ માત્ર ડિજિટલ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના વકીલ સમાજને વૈશ્વિક સ્તરની ટેકનોલોજીથી સજ્જ કરવાનો એક ઐતિહાસિક સંકલ્પ છે. સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થયાના ટૂંકા ગાળામાં જ તમામ સેવાઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર વકીલ મિત્રો માટે કાર્યરત કરી દેવામાં આવશે”. આ નિર્ણયથી ગુજરાતનો કાયદાકીય વ્યાપ વધુ પારદર્શક, ઝડપી અને આધુનિક બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો વકીલો અને ન્યાયિક પ્રક્રિયાને મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *