ધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યા

  ધારીમાં એક વ્યક્તિએ 1 લાખ ઉછીના લઈ 12 લાખ વસૂલ કરાયા અને જમીનના બાનાખત પણ કરાવી લીધા હોવાની ફરિયાદ ધરી પોલીસમાં નોંધાવવામાં આવી છે.…

 

ધારીમાં એક વ્યક્તિએ 1 લાખ ઉછીના લઈ 12 લાખ વસૂલ કરાયા અને જમીનના બાનાખત પણ કરાવી લીધા હોવાની ફરિયાદ ધરી પોલીસમાં નોંધાવવામાં આવી છે. વ્યાજખોરી, છેતરપિંડી, જાતિ આધારિત અપમાન અને ધમકીના ગંભીર આક્ષેપો સાથે એક વ્યક્તિ સામે પોલીસમાં ગુનો નોંધાતા ચર્ચા જાગી છે. ધારી ખાતે રહેતા રાજેશભાઈ જેઠાભાઈ ગોહીલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતાને કેન્સરની સારવાર માટે નાણાંની જરૂૂરિયાત ઉભી થતાં રાકેશ ધીરુભાઈ હડીયાએ વર્ષ 2015 દરમિયાન કોઈ લાયસન્સ વિના 5 ટકા માસિક વ્યાજે રૂૂપિયા 1 લાખની રકમ ઉછીની આપી હતી. આ રકમના બદલામાં રાજેશભાઈની વડીલોપાર્જિત જમીનનો કબ્જા સાથેનો બાનાખત કરાવી લેવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. શખ્સે ત્રણ મહિનામાં રૂૂપિયા 15 હજાર જેટલું વ્યાજ પણ વસૂલ્યું હતું.

ત્યારબાદ ફરીથી રૂૂપિયા 4 લાખ આપવાની લાલચ આપી જમીનનો વધુ એક કબ્જા સાથેનો બાનાખત કરાવ્યો, પરંતુ નક્કી કરેલી રકમ ન આપતાં રાકેશ હડિયાએ પૈસાની માંગણી કરી હતી. આ દરમિયાન શખ્સે રાજેશભાઈ તથા તેમના પરિવારજનોને જાહેરમાં તેમની જાતિ અંગે અપમાનજનક શબ્દો કહી ગાળો આપી હતી. બાદમાં બાનાખત રદ કરાવવા માટે પણ આ શખ્સે અંદાજે રૂૂપિયા 12 લાખ જેટલી રકમ વસૂલ કરી હોવાનું જણાવ્યું છે. આ અંગે ધારી પોલીસે ફરિયાદના આધારે રાકેશ ધીરુભાઈ હડિયા વિરુદ્ધ વ્યાજખોરી, છેતરપિંડી, ધમકી તથા અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *