ભચાઉના મોટી ચિરઇમાં કંપનીના ટાંકામાં ડૂબી જતા બે શ્રમિકના મોત

ભચાઉ તાલુકાના મોટી ચિરઈમાં આવેલા ખાનગી એકમમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી રામાભાઈ વિશાલભાઈ કોળી (ઉ.વ.30) અને ઈરફાન ફકીરમામદ શેખનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સાંપડયા હતા.…

ભચાઉ તાલુકાના મોટી ચિરઈમાં આવેલા ખાનગી એકમમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી રામાભાઈ વિશાલભાઈ કોળી (ઉ.વ.30) અને ઈરફાન ફકીરમામદ શેખનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સાંપડયા હતા. બહાર આવેલી વિગતો અનુસાર મોટી ચિરઈમાં કાંઠા વિસ્તાર રેલવે સ્ટેશન સામે આવેલા રાજ કેમિકલ નામના એકમમાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાપર તાલુકાના કરુડા ગામનો યુવાન રામાભાઈ તથા સૂઈ ગામનો ઈફરાન ફેક્ટરીના પાણીના ટાંકામાં નાહવા પડયા હતા. અચાનક કોઈ પ્રકારે તે ડૂબવા લાગ્યા હતા. જોતજોતામાં આ બંને યુવાન પાણીમાં ગરકાવ થયા હતા. આ બંને યુવાનને ભચાઉની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ ઉપરના ડો. ઉદિત દત્તે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પરિવારમાં ગમગીની પ્રસરી હતી જીપસનની કંપનીમાં બનેલા બનાવ અંગે પોલીસે અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *