ગુજરાત
મનપા દ્વારા સ્વચ્છ હોટલ, હોસ્પિટલ, સ્કૂલ, માર્કેટના વિજેતાઓ જાહેર
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-2024ને ધ્યાને લઇ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારાસ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ માર્કેટ એસોસિએશન, સ્વચ્છ સરકારી કચેરીઓ, સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ,સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેનવગેરે જુદી જુદી કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ. આ સ્પર્ધામાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, મેઈન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ દ્રિતિય અને તૃતીય નંબર આપવામાં આવેલ. વિવિધ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાઓને પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે આજે તા.03-07-2024ના રોજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ હોસ્પિટલમાં ઝાનાના હોસ્પિટલ, સ્વચ્છ હોટલ ધ ફર્ન હોટલ, સ્વચ્છ રેસીડેન્સી વેલફેર એસો.શ્યામલ વાટીકા, સ્વચ્છ સ્કૂલ આર.કે.સી, સ્વચ્છ માર્કેટ ધ સ્પયર, સ્વચ્છ સરકારી કચેરી આયકર ભવન, સ્વચ્છ વોર્ડ નં.8 જાહેર કરવામાં આવ્યો હતો.
આજ તારીખ 03/07/2024ના રોજ સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી, સ્પર્ધાના વિજેતાઓને સન્માન પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ અવસરે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, એ.એમ.સી.બી.એલ.કાથરોટીયા, મેડીકલ ઓફિસર જયેશ વકાણી, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, મેનેજર મનીષ વોરા તેમજ આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિવિધ કેટેગરીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ સૌપ્રથમ સ્વચ્છતા સર્વેક્ષણમાં સહભાગી બનેલ સૌ સ્પર્ધકોને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ. વધુમાં મેયર જણાવ્યું હતું કે, એક સુત્ર છે ચલો જલાયે દીપ વહા, જહાં આજ ભી અંધેરા હૈ સુત્રને સાકર કરવા માટે રાજકોટના નાગરિક તરીકે આપણે પહેલ કરીએ કે, જ્યાં-ત્યાં કચરો ફેંકીશું નહી, જાહેરમાં ગંદકી કરીશું નહી અને અન્યોને પણ ગંદકી કરતા રોકીશું અને અન્યોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરીશું.
આ સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ પી. દેસાઈએ જણાવ્યું હતું કે, વિશ્વના સ્વચ્છ સારા શહેરોની યાદીમાં રાજકોટનું નામ આવે તે માટે સૌ ભાગીદારી થઈએ. સૌ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવીએ, દેશમાં રાજકોટનું નામ ઉજાગર કરીએ.
આ સમારોહની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ કેટેગરીના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ. અંતમાં સૌ મહાનુભાવો અને સ્પર્ધાના વિજેતાઓનો સેનિટેશન સમિતિના ચેરમેનશ્રી નિલેશ જલુ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિશેષમાં સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેન કેટેગરીમાં મેયર નયનાબેન પેઢડીયાને ઉપસ્થિત ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી