અમરેલી
અમરેલીમાં જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાને તૂત સાબિત કરતુ વિજ્ઞાન જાથા
શિવલિંગના ચમત્કારમાં ત્રણ પુરુષ-બે મહિલાના નામ સામે આવ્યા: ભ્રમ ફેલાવા માટે લોકોની માફી માગી
અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા સરકારી જમીનમાંથી સ્વયંભૂ શિવલીંગ નીકળવાની ઘટનામાં ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવા તથા તેના મળતીયાનું કારસ્તાન નયું તુત, બોગસ સાબિત કરી સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અમરેલી સીટી-તાલુકા પોલીસ સ્ટેશનથી મદદથી કર્યો હતો. જાથાને 1256 માં પર્દાફાશમાં સફળતા મળી હતી.
બનાવની વિગત પ્રમાણે થોડા દિવસ પહેલા ગિરધરનગર વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ જમીનમાંથી સ્વયંભૂ શિવલીંગની ઘટના ચમત્કારનું સ્વરૂપ ધારણ કરતાં લોકો દર્શન માટે ઘેલા બન્યા હતા. ભૂઈએ ધૂણીને પિતૃ, દુ:ખ-દર્દ, આધી-વ્યાધિ, ઉપાધિ દૂર થશે, દર્શન કરવાથી બેડો પાર, મોટું મંદિર બનાવવા સાથે પ્રચાર કરવા આદેશ આપ્યો હતો. આ મહિલાએ ધૂણતા મહાદેવનું નામ ગોપીશંકર રાખવા અને નંદી ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળભૈરવ દાદાની મૂર્તિઓ હરિદ્વારથી લાવવાનો પણ આદેશ આપ્યો હતો. મંદિરની બાજુનો રસ્તો સરકારી જમીનમાંથી શિવલીંગનું પ્રાગ્ટય કર્યું હતું. સમગ્ર ચમત્કાર સાગ્રીતોની મદદથી કરવામાં આવ્યો હતો. ફંડ-ફાળાની ગતિવિધિ આરંભ થઈ ગઈ હતી. ભઈ માલતીબેને ઉભો કરેલા ચમત્કારથી પડોશીઓ નારાજ હતા તેની વચ્ચે સોશ્યલ મિડીયાએ સ્થાન લીધું. અફવાથી શિવલીંગનો ચમત્કારે શંકાનું સ્થાન ઉભું થયું. સમગ્ર મામલો જાથાના કાર્યાલયે પહોંચ્યો. જમીનમાંથી નીકળવાની ઘટનાનો વિડીયો મોકલવામાં આવ્યો.
રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ એડવોક્રેટ ભાવનાબેન વાઘેલા, સિનીયર કલાર્ક ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, બિલડીના બટુકભાઈ બારોટ, સ્થાનિક રાજુભાઈ યાદવ, ગૌરાંગ સોઢા, તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જયાં એલ.આઈ.બી.ના એ.એસ.આઈ. રમેશભાઈ વાળા, પી.એસ.ઓ. મુન્નાભાઈ વાઘેલા મળ્યા. પો.ઈન્સ. એમ. જે. બારોટને પર્દાફાશ સંબંધી વાત કરી. તેમણે પો.કોન્સ્ટે. લવજીભાઈ વાલજીભાઈ જાંબુચા, પો.કોન્સ્ટે. કેવલભાઈ જાની, મહિલા કોન્સ્ટે. દયાબેન રેણુકા, મહિલા કોન્સ્ટે. કવિતાબેન ગુજરીયા, ડી-સ્ટાફના મેહુલભાઈ મુંધવા, મેહુલભાઈ મકવાણા, દેવાયતભાઈ ભેડી, સહદેવસિંહ જાડેજા ફાળવતા ગિરધરનગર ભૂઈના ઘરે પહોંચી ગયા.
પોલીસ સ્ટેશનમાં ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાનાથી ખોટું થયું છે. સમગ્ર હકિકત બહાર આવી જતા કબુલાતનામું- માફી માંગવા તૈયાર થઈ ગયા અને શિવલીંગનો ચમત્કાર તૂત હતું. ષડયંત્રના ભાગરૂપે જમીનમાંથી શીવલીંગ બહાર કાઢવામાં આવ્યું હતું તેવી કબુલાત આપી દીધી. ભૂઈની જુગારના કિસ્સામાં પો. સ્ટેશનના દફતરે નોંધ બહાર આવી. બે વાર રડી પડયા. ભૂઈને હિંમત આપવી પડી. જાથાના જયંત પંડયાએ કબુલાતનામામાં વાંચી, લેખિતમાં સહી કરાવી તેમણે ધૂણવાનું કાયમી બંધ અને ભ્રમ ફેલાવા બદલ માફી માંગી લીધી હતી.
અમરેલી
રાજુલાના ચોત્રા નજીક મોમાઈ માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી
50,000ની ચોરી : અજાણ્યા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ચોત્રા ગામે મંદિરની આખી દાન પેટીની ચોરી કરતા ઈઈઝટમા તસ્કરો કેદ થયા રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા આ દાનપેટીમાં રૂા.50,000ની અજાણીયા ઈસમો ચોરી ગ્યાની રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી આ મંદિરના પુજારીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરમાં ચોરી કરવામાં આવી છે.
તસ્કરો દાનપેટીને ઉઠાવવા માટે કેવી રીતે પ્લાન કરી આખી દાન પેટી ઉઠાવી લાઈવ સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરી છે અને આ બાબતે તપાસનો શરૂ સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂૂ તસ્કરો બુકાની ધારી બની ચોરી કરવા મંદિરમાં આવ્યા રાજુલા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ચોરી કરનારા ઇસમોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી મોમાઇ માતાજી નું મંદિર સમગ્ર બાબરીયાવાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે ત્યારે મંદિર માં ચોરી થતા લોકો માં રોષ જોવા મળ્યો.
અમરેલી
અમરેલીના લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય માટે આજે હેડકવાર્ટરમાં લોન મેળો
જરૂરિયાતમંદોને ઉપસ્થિત રહેવા પોલીસની અપીલ
રાજ્યમાં વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ફસાય નહિ અને વધુ પડતા વ્યાજમાં લોકો ન આવે અને વ્યાજબી દરે લોકોને નાણા મળી રહે તે માટે ફરીવાર રાજય સરકાર દ્વારા પ્રયાસ શરૂૂ કર્યો છે. ગેરકાયદેસર નાણા ધિરાણ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ જરૂૂરિયાત મંદ લોકો જાણકારીના અભાવે બેન્કમાં લોન લેવા જતા નથી અથવા તો અપૂરતા ડોક્યુમેન્ટને કારણે લોન મળતી નથી જેથી નાછૂટકે ઉંચા વ્યાજે નાણા મેળવતા લોકો વધુ જોવા મળતા હોય છે. તેવા સમયે ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર દ્વારા નાણાની જરૂૂરીયાત વાળા લોકોને સેહલાયથી અને વ્યાજબી વ્યાજદરે નાણા મળી રહે.
તેવી વ્યવસ્થા કરવા માટે સૂચના આપતા અમરેલી ઇન્ચાર્જ એસપી વલય વૈદ્યની સૂચનાથી અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આગામી તારીખ 09-11-2024 સવારે 11 કલાકે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકના પ્રતિનિધિઓ જિલ્લા ઉધોગકેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામા આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સહકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા જનતાને લોન લેવા ઇચ્છુક અથવા ભવિષ્યમાં લોન લેવા માટે ઈચ્છા ધરાવતા હોય તેવા લોકોએ આ લોન મેળામાં હાજર રહી લોન મેળાનો લાભ લેવા પોલીસ દ્વારા અપીલ કરવામા આવી છે.
અમરેલી
અમરેલીના મોટા આંકડિયામાં પતિએ પત્ની સામે બંદૂક તાકી ટ્રીગર દબાવ્યું, ગોળી ન છૂટી!
મહિલાનો જીવ બચી ગયો, મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમરેલી તાલુકાના મોટા આંકડીયામા રહેતા એક મહિલાએ રીસામણે હોય તેનો પતિ બંદુક સાથે ત્યાં ધસી આવ્યો હતો અને તેની સામે બંદુક તાકી ટ્રીગર દબાવ્યુ હતુ. જો કે બંદુક ન ફુટતા તેનો જીવ બચી ગયો હતો.
કિરણબેન પ્રદિપભાઇ ચાવડા (ઉ.વ.34) નામના મહિલાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના લગ્ન બાદ સાસરીયામા ખુબ કજીયો કંકાસ રહેતો હોય તેઓ પિયરમા રહેવા માટે આવી ગયા હતા. તારીખ 1/11ના રોજ સાંજના સુમારે તેનો પતિ પ્રદિપ કાર લઇને ત્યાં આવ્યો હતો અને દરવાજા પાસે પ્રસન્નબેન સાથે ઝપાઝપી કરી હતી.
બાદમા ઘરમા આવી તેના પર બંદુક તાકી ટ્રીગર દબાવ્યુ હતુ. જો કે બંદુક ન ફુટતા તેનો જીવ બચી ગયો હતો. બાદમા પ્રદિપે વાળ પકડી બંદુકની મુઠ માથામા મારી ઇજા પહોંચાડી હતી. બાદમા દીપકભાઇ બચાવવા દોડી ગયા હતા અને ઝપાઝપી કરી હતી. બાદમા પ્રદિપ કાર લઇને નાસી છુટયો હતો. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
ગુજરાત1 day ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત1 day ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત1 day ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત1 day ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ગુજરાત2 days ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
ક્રાઇમ1 day ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
રાષ્ટ્રીય2 days ago
ઓવરલોડ હોડીએ લીધી જળ સમાધી, 8 લોકો હતાં સવાર, 2ના મોત, જુઓ ઘટનાનો LIVE વીડિયો