Connect with us

ગુજરાત

રાઈડ-જમીન ટેસ્ટમાંથી મુક્તિ નહીં મળે તો મેળાનો બહિષ્કાર

Published

on

મોંઘવારીના કારણે ફોર્મનો ભાવ 50માંથી 200 કર્યો : પ્લોટનો ભાવ 10 ટકા વધાર્યો પણ ટિકિટના દર પાંચ રૂપિયા પણ ન વધાર્યા : રાઈડ્સના સંચાલકોની ચીમકી

રાજકોટના જનમાષ્ટમીના પર્વ નિમિતે યોજાતા લોકમેળામાં આ વર્ષે ટીઆરપી અગ્નિકાંડના કારણે રાજ્ય સરકારે નવી એસઓપી બનાવી છે. જેના કારણે યાંત્રિક રાઈડ્સના સંચાલકોને ખર્ચો વધી જતો હોય નવી એસઓપી મુજબ રાઈડ્સનાં ટેસ્ટીંગ રિપોર્ટ અને જમીનના ટેસ્ટીંગ રિપોર્ટમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે. અને જો માંગણી નહીં સ્વિકારાય તો યાંત્રિક રાઈડ્સના સંચાલકો લોકમેળાનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. 24થી 28 ઓગસ્ટ સુધી પાંચ દિવસ જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા ધ્યાને રાખીને આ વર્ષે લોકમેળામાં રાજ્ય સરકારના આદેશથી લોકમેળા સમિતિએ કડક આદેશો જાહેર કર્યા છે. જેમાં યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ ફિટનેશ સર્ટિફિકેટ ફરજિયાત કર્યુ છે. અને રાજ્ય સરકારની એસઓપી મુજબ સોઈલ ટેસ્ટ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.


રાજ્ય સરકારની નવી એસઓપીના વિરોધમાં આજે યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશન વતી રાઈડના ટેસ્ટીંગમાંથી તેમજ જમીનના ટેસ્ટીંગમાંથી મુક્તિ અપાવવાની માંગણી કરી છે. અને જો આ માંગણી નહીં સ્વિકારાય તો યાંત્રિક રાઈડ્સના સંચાલકો લોકમેળાનો બહિષ્કાર કરશે તેવી ચિમકી આપી છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશન દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારની એસઓપી મુજબ એક્સપર્ટ એન્જીનીયર દ્વારા રાઈડ્સનું પ્રમાણપત્ર મેળવવું, રાઈડ્સની આયુષ્ય મર્યાદા જાહેર કરવી, રાઈડ્સના વપરાશના કલાકો મહિના અને વર્ષ જાહેર કરવા, રાઈડ્સના ડ્રોઈંગની વિગતો જાહેર કરવી, સક્ષમ અધિકૃત સંસ્થા દ્વારા પ્રમાણીત કરેલા ડિઝાઈનની વિગતો જાહેર કરવી રાઈડ્સની છેલ્લી મરામતની વિગતો જાહેર કરવી તેમજ રાઈડ્સના ઓપરેટરની લાયકાત જાહેર કરવી જે વસ્તુ શક્ય ન હોય તેમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે.


આ ઉપરાંત સોઈલ ટેસ્ટ માટે મુક્તિ આપવાની પણ માંગણી કરી છે. પાંચ દિવસ માટે કોઈ જગ્યા ભાડે આપતા હોય ત્યારે તેનું જમીનનું પરિક્ષણ કરવાની જવાબદારી યાત્રિક રાઈડ્સના સંચાલકની રહેતી નથી તેમ જણાવ્યું હતું. વધુમાં યાત્રિક રાઈડ્સના સંચાલકોએ ઉમેર્યુ હતું કે, પ્લોટના ભાવમાં 10 ટકા જેવો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જતેની સામે ટીકીટના દર પાંચ રૂપિયા પણ વધાર્યા નથી એટલું જ નહીં પરંતુ મોંઘવારીના કારણે અગાઉ 50 રૂપિયાનું ફોર્મ મળતું હતું જેમાં વધારો કરીને ફોર્મનો ભાવ 200 રૂપિયા કરી નાખ્યો છે. લોકમેળા સમિતિને મોંઘવારી નડે છે તો યાંત્રિક રાઈડ્સના સંચાલકોને મોંઘવારી નહીં નડતી હોય?

ગુજરાત

મોરબીમાં ગણેશ વિસર્જન મામલે ભાજપ-પોલીસ આમને સામને

Published

on

By

જાહેરનામા ભંગના બે ગુના નોંધયા બાદ સિદ્ધિવિનાયક કા રાજાના આયોજકોએ પોલીસ ઉપર કર્યા આક્ષેપ


મોરબીમાં પ્રતિબંધિત સ્થળે ગણેશ વિસર્જનના મુદ્દે હવે તંત્ર અને ભાજપના નેતાઓ સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ છે. ડેમમાં ગણેશ વિસર્જન બાબતે બે ગુના નોંધાયા છે. ત્યારે ટંકારાના ભાજપના આગેવાન અને પોલીસે પોતપોતાના પક્ષ રજૂ કર્યા હતાં.


ગણેશ વિસર્જન બાબતે બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે ત્યારબાદ ડીવાયએસપીઅને પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા બંને આયોજકોને રોકવામાં આવ્યા હતા તેમ છતાં પણ ગણેશોત્સવના આયોજકો દ્વારા ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે અને જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની અમલવારી પોલીસ કરાવી રહી હતી તેમ છતાં પણ ત્યાં ડેમના પાણીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું જે બાબતે કલેકટરના જાહેરનામાનો ભંગ થયો હોવાથી હાલમાં ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ ફોટો જે તે સમયે વાઈરલ થયા હતા તેને પણ તપાસના કામે કબજે લઈને જરૂૂર પડશે તો હાલમાં નોંધાયેલ ફરિયાદમાં વધુ કલમનો ઉમેરો થશે તેમજ વધુ આરોપીઓ બનાવવામાં આવશે.


મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકો દ્વારા તેમની ગણપતિની મૂર્તિનું વિસર્જન મોરબી નજીકના મચ્છુ-3 ડેમ ખાતે કરવામાં આવ્યું હતું અને તેને લઈને રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી ટેલીફોનિક ચર્ચાઓ અને વાટાઘાટ થઈ હતી ત્યારબાદ ધરાર મચ્છુ-3 ડેમના પાણીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું


આ બાબતે સિદ્ધિ વિનાય કા રાજાના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમજ મયુર નગરી કા રાજાના આયોજક વિષ્ણુભાઈ ભોરણીયા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધાયો છે અને ત્યારબાદ આ બંને આયોજકો દ્વારા મોરબીના પોલીસ વિભાગ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જે બાબતે ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર દ્વારા ગણેશ સ્થાપન બાદ ગણેશ વિસર્જન માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને તેમાં સ્પષ્ટપણે કઈ જગ્યાએ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો તે ઉપરાંત મોરબી નગરપાલિકા દ્વારા પણ ચોક્કસ જગ્યાએ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.


જેમાં આ બંને ગણેશોત્સવના આયોજકો દ્વારા સહકાર આપવામાં આવ્યો ન હતો અને અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યા તેમ છતાં પણ મચ્છુ-3 ડેમ ખાતે તેઓએ તેઓના ગણપતિની મૂર્તિ નું વિસર્જન કર્યું હતું
જેથી કરીને તેઓની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના હાલમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે, જે રાત્રે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે બનેલી ઘટનાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હતા તેને કબજામાં લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂૂર પડશે તો ફરિયાદની અંદર વધુ કલમનો ઉમેરો કરાશે તેમજ વધુ આરોપીઓ બનાવવામાં આવશે.
આટલું જ નહીં અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હિન્દુ લાગણીને ઠેસ પહોંચી હોવાની જે વાત કરવામાં આવી રહી છે પરંતુ મોરબી શહેરની અંદર 565 થી વધુ ગણપતિની મૂર્તિનું સલામત રીતે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું છે આટલું જ નહીં વર્ષોથી વાંકાનેરમાં વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને તેમના દ્વારા જે જગ્યા ઉપર વર્ષોથી ગણેશ વિસર્જન કરવામાં આવતું હતું તે જગ્યાના બદલે આ વખતે તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો ત્યાં ધારાસભ્ય પણ સહકાર આપીને ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું પરંતુ મોરબીમાં આ બંને આયોજકો દ્વારા પોલીસ તંત્રને અને વહીવટી તંત્રને સહકાર આપવામાં આવેલ નથી.

Continue Reading

ગુજરાત

વેરાવળમાં અજાણ્યા બોલેરોની ઠોકરે ઘવાયેલા બાઇકચાલક આધેડનું મોત

Published

on

By

જેતપુરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાને દમ તોડ્યો; વાલીવારસની શોધખોળ

ગીર સોમનાથના વેરાવળમાં સાત દિવસ પૂર્વે બોલેરો કાર હડફેટે ઘવાયેલા બાઈક ચાલક આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથના વેરાવળમાં સોસાયટીમાં રહેતા મનસુખગીરી લક્ષ્મણગીરી મેઘનાથી નામના 55 વર્ષના આધેડ ગત તા.13 ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને વેરાવળમાં આવેલા સાઈબાબા મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બોલેરોના ચાલાકે ઠોકરે ચડાવતા આધેડને ઇજા પહોંચી હતી. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનસુખગીરી મેઘનાથી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા અને મંદિરમાં સેવા પૂજા કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અને મનસુખગીરી મેઘનાથી ત્રણ ભાઈમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જેતપુરમાં આવેલી રબારીકા ચોકડી પાસેથી એક આશરે 22 વર્ષનો અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પોલીસે મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading
રાષ્ટ્રીય2 mins ago

હરિયાણામાં ભાજપ-કોંગ્રેસની ‘મફત’ લહાણી

ગુજરાત2 mins ago

મોરબીમાં ગણેશ વિસર્જન મામલે ભાજપ-પોલીસ આમને સામને

આંતરરાષ્ટ્રીય4 mins ago

9 વર્ષના બાળક પર 6 કિશોરોનું મસ્જિદના બાથરૂમમાં દુષ્કર્મ

રાષ્ટ્રીય7 mins ago

હરિયાણામાં ગેંગવોર, અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ યુવાનોનાં મોત

ગુજરાત7 mins ago

વેરાવળમાં અજાણ્યા બોલેરોની ઠોકરે ઘવાયેલા બાઇકચાલક આધેડનું મોત

રાષ્ટ્રીય10 mins ago

કોલકાતા કાંડ, 41 દિવસ બાદ તબીબોની હડતાળ સમેટાઇ

રાષ્ટ્રીય13 mins ago

શેરબજારમાં તેજી યથાવત સેન્સેક્સ 83600ને પાર

રાષ્ટ્રીય18 mins ago

મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ-2024નો તાજ ગુજરાતી મૂળની ધ્રુવી પટેલના શિરે

આંતરરાષ્ટ્રીય22 mins ago

મોદીની મુલાકાત પૂર્વે જ યુએસ કોર્ટે ભારત સરકાર સામે સમન્સ કાઢતા ખળભળાટ

ટેકનોલોજી30 mins ago

iPhone 16નું વેચાણ શરૂ થતાં જ અફરાતફરી, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જુઓ વિડીયો

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત2 days ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

રાષ્ટ્રીય17 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત23 hours ago

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

ગુજરાત2 days ago

ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ

ગુજરાત2 days ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ક્રાઇમ18 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Trending