આવતીકાલે એવવ્રત જીવવ્રતનું જાગરણ અને દશામાના વ્રતનો પ્રારંભ

તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ…

તા 12 ઓગસ્ટ ને બુધવાર અષાઢ વદ અમાસના દિવસે દિવાસો એવવ્રત જીવવ્રત તથા જાગરણ બુધવારી અમાસ તથા દાન પુણ્ય વ્રત માટે ઉતમયોગ વ્યતિપાત યોગ પણ છે આથી બુધવાર અનેક રીતે વ્રત ઉપાસના માટે શુભ રહેશે તથા આ દિવસને હરીયાળી અમાસ પણ કહેવામાં આવે છે.

ખાસ કરીને એવવ્રત જીવવ્રતનું વ્રત સંતાનોની રક્ષા માટે તથા પતિદેવની રક્ષા માટે કરવામાં આવે છે આ દિવસે પરણીત બહેનો મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરશે તથા જવારા અને એવવ્રત અને જીવવ્રત માતાજીનું પુજન કરશે ખાસ કરીને એવવ્રત જીવવ્રતનું વ્રત નવપરણિત બહેનો કરતા હોય છે આ વ્રત પ વર્ષનું હોય છે જ્યારે જીવવ્રત મોટી ઉંમરના બહેનો પણ કરી શકે છે આ વ્રત ગમે તેટલા વર્ષ કરી શકાય છે એવવ્રતમા આખી રાત્રી નુ જાગરણ હોય છે જ્યારે જીવવ્રતમા રાત્રીના 12 વાગ્યા સુધીનુ જાગરણ હોય છે આ વ્રતમા આદ્ય શક્તિ માના અંશરૂૂપ માતાજી જયા અને વિજયા માતાજી નું પુજન કરવામા આવે છે તથા જવારાનુ પુજન કરવામા આવે છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ધાયુ તથા સંતાન સુખ તથા સંતાનના આરોગ્યની પ્રાપ્તી થાય છે

આ દિવસે બુધવારી અમાસ છે. સાથે બપોરના 3.26 સુધી વ્યતિપાત યોગ પણ છે.વ્યતિપાત યોગને શુભ કાર્યમાં વર્જીત માનવામાં આવે છે, પરંતુ પૂજા, ઉપાસના, દાન, પુણ્યમાં અનેક ગણું ફળ આપનાર છે.આમ બુધવારી અમાસની સાથે આ યોગ હોતા આ દિવસે પિતૃની ઉપાસના કરવી, પીપળે પાણી રેડવું, પીપળા નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અથવા નામ બોલવા શુભ તથા ઉત્તમ ફળ આપશે. આ દિવસે ઉપવાસ રહેવો.રાહુગ્રહની પીડા દુર કરવા માટે મહાદેવજીને કાળા તલ ચડાવવા, દાન પુણ્ય કરવું ઉત્તમ ફળ આપનાર બનશે.

હરિયાળી અમાસ: આ દિવસે હરિયાળી અમાસ હોવાથી વૃક્ષો વાવવાનું મહત્વ વધારે રહે છે. આ દિવસે વૃક્ષો વાવી તેનું જતન કરવાથી નવગ્રહની શાંતિ થાય છે.
આ દિવસે સૂર્યગ્રહણ પણ છે પરંતુ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો દોષ લાગશે નહિ અને દરેક ધાર્મિક કાર્યો કરી શકાશે.

દિવાસાના દિવસને 100 પર્વનો વાસો કહેવામાં આવે છે. આ દિવસ લઈ અને દેવ દિવાળી સુધી આશરે દરેક દિવસે તહેવાર આવે છે અને આ 100 દિવસોની તહેવારીની મોસમ કહેવામાં આવે છે આથી દિવાશો એટલે 100 પર્વ નો વાસો.
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્ન)

દશામાના વ્રતનો પ્રારંભ
બુધવારે દિવાસાના દિવસે સાંજના સમયે ઘણા બહેનો દશામાનું સ્થાપન કરશે બાકી ઘણા બહેનો શ્રાવણ સુદ એકમ તા 13 ગુરૂૂવારે પણ સ્થાપન કરે છે. વ્રતધારી બહેનો એ ઘરમા બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી કળશમા જળ ભરી કળશનુ સ્થાપન કરવું અને દીવો કરવો અને માતાજીનું સ્થાપન કરવું માતાજીને ચુંદડી ઓઢાડવી કંકુ ચોખા કરવા અબીલ-ગુલાલ ચડાવવું કંકુ ચડાવવા નૈવેદ્ય ધરવું આરતી કરવી. હાથ મા અથવા ગળામા 10 ગાઠ વાળી દોરી ધારણ કરવી. બીજી સુતરની દશ ગાઠ વાળી દોરી સ્થાપનમા રાખવી. દશ દિવસ સુધી એકટાણું કરવુ. માતાજીની કથા વાર્તા દરરોજ સાંભળવી. જયારે માતાજીની કથા સાંભળો ત્યારે સ્થાપન મા રાખેલ દોરી હાથમાં રાખવી અને કથા સાંભળવી. આમ દશ દિવસ સુધી આ વ્રત બહેનો કરે છે અને ઘરમા સુખ શાંતિ રહે છે. શ્રાવણ સુદ એકમને ગુરૂૂવાર થી 10 દિવસ ગણવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *